આક્રોશ:સમગ્ર રાષ્ટ્રના હિંદુઓને એક થવાનો સમય પાકી ગયો છે: નિજાનંદ મહારાજ

થરાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થરાદમાં ત્રિશુલ દીક્ષા કાર્યક્રમમાં નુપુર શર્માનું સમર્થન

થરાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ થરાદ જીલ્લા દ્વારા ત્રિશુલ દિક્ષા કાર્યક્રમમાં 1600 સ્વયંસેવકોએ દીક્ષા લીધી હતી. જ્યારે પથસંચલનમાં નગરના વિવિધ સમાજ, સેવાભાવી સંગઠનો અને વ્યક્તિઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોતરકાના મહંતે નુપુર શર્માનું માથું શરીરથી અલગ કરી દેવાની ધમકી સંદર્ભે જણાવ્યું હતું કે નુપુર શર્માને મારાનારા જો 100 વર્ષ પુરાં કરે તો હિંદુઓના માથે ધિક્કાર છે,તેમ જણાવી સમગ્ર રાષ્ટ્રના હિંદુઓને એક થવાનો સમય પાકી ગયો હોવાનું આહ્વવાન કર્યું હતું.

શનિવારે થરાદમાં ધાનેરા હાઇવે પર આવેલ આકાશ ફ્રુટ માર્કેટમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા ત્રિશુળ દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 1100 સ્વયંસેવકોની નોંધણી થવા પામી હતી. પરંતુ 1600 જેટલા યુવાનો આવી જતાં ત્રિશુળ ખુટવાની પરિસ્થિતી ઉભી થવા પામી હતી.આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચનમાં ગોતરકાના નિજાનંદ બાપુએ સમગ્ર ભારતવર્ષના હિંદુંઓને પ્રવર્તમાન સમયમાં એક થવાની હાકલ કરી હતી.આ પ્રસંગે તેમણે નુપુર શર્માને સમર્થન કરનાર રાજસ્થાનના કનૈયાલાલના હત્યાને વખોડી હતી.

તેમજ નુપુર શર્માનું માથું શરીરથી અલગ કરી દેવાની ધમકી આપનારા અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીના નિવેદનને વખોડી કાઢી વાતો નહી, માવતર,સમાજ, ગાદી કે ગાદીનો આગેવાન ગમે તે કહે પરંતુ હિંદુઓના હત્યારાઓ જો જેલમાં કે રોડ પર જો જીવતા હોય તો ભાંણામાં ધુળ નાખીને ખાવાની શરૂઆત તો કરો.

અન્ય સમાચારો પણ છે...