ધરપકડ:થરાદ પોલીસે બાઇક પર દારૂની હેરાફેરી કરતાં શખ્સને ઝડપ્યો

થરાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 28 હજારના દારૂ સાથે માંગરોળનો શખ્સ ઝડપાયો

થરાદ પીઆઇ આર.એસ.દેસાઈ સહિત થરાદ પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલીંગમાં હતા. દરમિયાન મળેલ બાતમીના આધારે પીલુડા-કરબૂણ રોડ ઉપરથી બાઇક નંબર જીજે-08-સીજે-2635 ઉપરથી વિદેશી દારૂની બોટલો નંગ-288 રૂા.28,800 ના મુદ્દામાલ સાથે ચાલક દિપકભાઈ શીવરામભાઈ માજીરાણા (રહે.માંગરોળ,તા.થરાદ) ને પકડી લીધો હતો. અને બાઇક સહિત કુલ રૂા.78,800 નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ શખસ વિરુદ્ધમાં પ્રોહિબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...