ટ્રક માલિકે હાશકારો અનુભવ્યો:કચ્છના અંજારમાંથી ચોરી થયેલો ટ્રક થરાદના ચાર રસ્તા પરથી બંધ હાલતમાં બિનવારસી મળી આવ્યો

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છના અંજાર ખાતે હાઈવે આવેલી હોટલ પર પાર્ક કરેલ ટ્રક શનિવારે કોઈ ઇસમે ઉઠાંતરી કરી થરાદ તરફ ભાગી આવ્યો હતો. આથી ચાર રસ્તા પર ટેક્નિકલ ખામી સર્જાતાં ટ્રક બંધ થઈ જવા પામતાં ચોર ઇસમ ટ્રક મૂકી નાસી છૂટ્યો હતો. આથી ટ્રક માલિકે અંજાર પોલીસ મથકે જાણવા જોગ અરજી દાખલ કરતાં થરાદના ચાર રસ્તા પર ટ્રક પડી હોવાની માહિતી મળતાં ટ્રક માલિક થરાદ ખાતે દોડી આવ્યો હતો.

ગુજરાતમાં નાના મોટા વાહન ચોરીના બનાવો વધવા પામ્યા છે, ત્યારે કચ્છના અંજાર ખાતે આવેલી આઈ માતા હોટલ પર પાર્ક કરેલી (GJ 10 TT 9701) નંબરની ટ્રકની શનિવારે સાંજના સમયે ઉઠાંતરી થવા પામી હતી. આથી ટ્રક માલિકે અંજાર પોલીસ મથકે જાણ કરી ટ્રક નંબરના ફોટા સોસિયલ મીડિયા ગૃપોમાં વાયરલ કરી ટ્રકની ભાળ મળે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આથી ઉઠાંતરી કરેલી ટ્રક થરાદ ચાર રસ્તા પર આવતાં એન્જીન બંધ થઈ જવા પામતાં ઉઠાંતરી કરેલ ચાલક ઇસમ ટ્રક મૂકી નાસી છૂટ્યો હતો.

જેથી ચાર રસ્તા પર પડેલી બિનવારસી ટ્રક આજે સોમવારે કોઈ સ્થાનિક ઇસમની નજરે આવતાં સોસિયલ મીડિયાના માધ્યમથી ટ્રક માલિકને જાણ કરવામાં આવતાં ટ્રક માલિક થરાદ ચાર રસ્તા ખાતે દોડી આવી સ્થાનિક પોલીસને બનાવ હકીકતની જાણ કરી હતી. આથી થરાદ પોલીસ સ્થળ ઉપર આવી ટ્રક માલિકને પરત કરતાં ટ્રક માલિકે પોલીસ સહિત જાણ કરનાર સ્થાનિકનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...