થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો પશુપાલકો સહિતને રહેણાંકથી અલગ જગ્યાએ પશુ બાંધવાના વાડા તેમજ ચોમાસુ ઋતુની સિઝન લેવામાં આવતી (ખળા) બોવાડા પેઢીઓથી રાખવામાં આવ્યાં છે. જ્યારે અગાઉ ખેડૂત તેમજ પશુપાલન ધરાવતા લોકોમાં શિક્ષણનો અભાવ હોવાથી માત્ર કબજા માલિક રહ્યા છે. જેમાં આજદિન સુધી સરકારી રજીસ્ટરે માલિકી હક્ક નહિ ધરાવતા હોવાથી ધારાસભ્ય ગુલાબસિહ રાજપુતે આ બાબતે વિધાનસભામાં વારંવાર રજૂઆતો કરી હતી.
જેમાં ધારાસભ્યે જણાવ્યું હતું કે, બનાસકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર જેવા વિસ્તારમાં સીમતળ ગામતળના વાડા ખરાબા આજદિન સુધી નિયમબ્ધ થયા નથી. જે સંદર્ભે 1968ના ઠરાવ અન્વયે ગામલોકોને ગામતળના વાડા ઇમપેક્ટ ફી લઈને નિયમબ્ધ હક્ક આપવો જોઈએ. તેમજ સૌપ્રથમ 1954માં ખેડૂતોના ખેતરોના સર્વે કરવામાં આવ્યા હતા જેમાં ટેક્નિકલ કારણોસર ક્ષતિપૂર્ણ સર્વે થયેલ હોવાથી થરાદ, વાવ, સુઇગામ તેમજ કચ્છના ખેડૂતોની જમીનમાં 37(2) દાખલ થવાથી ખેડૂતોની જમીન સરકારી થયેલ છે. જેથી ખેડુતોને મામલતદાર કચેરીથી માંડીને હાઇકોર્ટે સુધી લડત લડવાનો વારો આવ્યો છે. જેથી પ્રશ્ન હલ કરવા જણાવ્યું હતું.
તદુપરાંત લેન્ડ ગ્રેબિંગ કાયદો નાના ઘર બનાવીને રહેતા ખેડૂત પરિવારોને ન લગાવવો જોઈએ જે કાયદો મોટા જમીન સાથે સોદાઓ વેપાર કરી રહ્યા છે તેવા જમીન કૌભાંડીઓ માટે હોવો જોઈએ. તેમજ તાલુકાના ખાનપુર નાગલા ડોડગામમાં વર્ષ 2015/17માં અતિ ભારે પડેલા વરસાદના કારણે ત્રણ ગામોમાં પુર ગ્રસ્ત સર્જાયું હતું. જેથી આ ત્રણેય ગામોને પૂનવર્સન કરી આપે જેથી ગામલોકો સરળતાથી રહી પોતાનું જીવન નિર્વાહ કરી શકે આમ પોતાના મત વિસ્તાર માટે ગુલાબસિહ રાજપુતે અલગ અલગ મુદ્દાઓને લઈને વિધાનસભામાં પ્રશ્નો રજૂ કર્યા હતા. જે મહેસુલ વિભાગે રજૂઆતો માન્ય રાખી તમામ પ્રશ્નો હલ થાય તેવી મંજૂરી આપતા પત્ર દ્વારા ધારાસભ્યને જાણ કરવામાં આવતાં ત્રણેય તાલુકાના લોકોમાં ખુશી જોવા મળી રહી છે. સાથે સાથે ધરાસભ્યનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.