કાર્યવાહી:થરાદમાં ગેરકાયદે બાંધકામ કરનારા લોકોની મિલકતો આજે સીલ કરાશે

થરાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ બાંધકામ પરવાનગી માગતાં માલિકો દસ્તાવેજ રજુ ન કરી શક્યા

થરાદ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં કેટલાક દબાણકારોએ કોઇપણ જાતની મંજુરી વગર અને પાલિકાની જગ્યામાં દબાણો કર્યા હોવાની રજુઆત ઉઠવા પામી હતી. આ અંગે મિડીયા અહેવાલોના પગલે સફાળા જાગેલા તંત્ર દ્વારા ત્રણ માલિકોને નોટિસો આપીને બુધવારે બપોર સુધીમાં હાજર રહેવાની સુચના આપી હતી. જો કે તેના માલિકો દસ્તાવેજ રજુ નહીં કરી શક્યા હોવાથી પાલિકા મિલકતોના બાંધકામને આજે સીલ કરવાની કામગીરી કરશે.

થરાદમાં નગરપાલિકાની જગ્યામાં દબાણ કરીને તેમજ હેતુફેર કર્યા વગર રહેણાંક વિસ્તારમાં બાંધકામ કરવામાં આવ્યું હોઇ તપાસ અને પગલાં ભરવાની રજુઆત નગરપાલિકામાં થવા પામી હતી. આ અંગે નગરપાલિકા દ્વારા જુબેદાબેન રજબશા ફકીર (રહે.થરાદ), સતારભાઇ હસનભાઇ ઘાંચી (રહે.આશાપુરાવાસ), જયપ્રકાશ પરશુરામ મહેશ્વરી (રહે.સર્વોદય સોસાયટી)ને નોટીસ આપવામાં આવી હતી.

જેમાં થરાદ નગરપાલિકા વિસ્તારમાં ખેતીવાડી ઓફીસની બાજુમાં તથા આશાપુરાવાસ અને સર્વોદય સોસાયટીમાં આવેલ જગ્યામાં તેમના દ્વારા ગેરકાયેદસર બાંધકામ શરૂ કરેલ છે. જે અન્વયે નગરપાલિકામાંથી બાંધકામ પરવાનગી લેવામાં આવેલ છે કે કેમ, જો બાંધકામ પરવાનગી મેળવેલ હોય તો મકાનનો મંજુર થયેલ નકશો તેમજ માલિકીના દસ્તાવેજ સાથે બુધવારે બપોરના બાર વાગ્યે હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું. છતાં હાજર રહ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...