થરાદના સવરાખામાં ખેડૂતના ખેતરમાં વીજ લાઇનની કામગીરી કરી રહેલા એક મજૂરનું પોલ પરથી પટકાતાં મોત નિપજ્યું હતું. જોકે થરાદ પોલીસે દફ્તરે આ અંગે કોઇ નોંધ નહીં હોવાનું જણાવ્યું હતું. લોકોમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું હતું.
શુક્રવારે એક ખેડૂતના ખેતરમાં પાંચ વ્યક્તિની ટીમ વીજપોલ ઉભો કરવા અને તાર ખેંચવાની કામગીરી કરી રહી હતી. આ વખતે વીજપોલ અધવચ્ચેથી તૂટતાં રાજસ્થાનના શ્રમિક યુવક અશોકભાઇને માથામાં પડતાં ખીલો ઘૂસી જતાં ગંભીર ઇજા થવા પામી હતી.
માથામાં ગંભીર ઇજા થવાના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું. આવી જોખમી કામગીરી કરી રહેલી વ્યક્તિઓને માથામાં હેલમેટ ન હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે સરહદી વિસ્તારમાં વીજલાઈનનું કામ કરતા મજૂર અને હેલ્પરો કોઈપણ સેફ્ટી વિના લાઇનો પર કામ કરતા હોય છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પણ આવી જીવલેણ ઘટનાઓ બનતી હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.