ચેતવણી:થરાદમાં ભરાયેલા પાણી નિકાલને લઇને પાલિકાએ રોડ તોડવાની ચીમકી આપી

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઇવે ઓથોરિટી દ્વારા કુદરતી વહેણમાં પણ નાળાં નાખવામાં આવતાં નથી

થરાદમાં ભરાયેલા પાણી નિકાલને લઇને પાલિકાએ રોડ તોડવાની ચીમકી આપી છે. થરાદમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 68 (થરાદ સીટી) રોડમાં પાણીના ટાંકાથી દૂધ શીત કેન્દ્ર સુધી ફોર લેન વીથ સર્વિસ રોડ બનાવવાની કામગીરી ચાલુ છે. આ રોડ પ૨ હાલમાં CNG પંપ, રાજેશ્વર હાઈસ્કુલ, ગાયત્રી મંદિર તથા માઁ હોસ્પિટલ પાસે વરસાદી પાણીના નિકાલ માટે બોક્ષ કલવર્ટ / સ્ટ્રોમવોટર લાઈન હયાત છે.

નવિન કામગીરીમાં CNG પંપ પાસેનું તથા ગાયત્રી મંદિર પાસેનું કલવર્ટ વાઈડનીંગ કરવાનું તથા રાજેશ્વર હાઈસ્કુલ પાસેનું કલવર્ટ બંધ કરવાનું અને માઁ હોસ્પિટલ પાસેની સ્ટ્રોમવોટર લાઈન બંધ કરવાનું આયોજન છે. જો કે પાણીની ઉંચી ટાંકીથી મીઠા ચાર રસ્તા સુધીના રોડથી પૂર્વ દિશામાં આવેલ ગાયત્રી સોસાયટી, શિવશકિત સોસાયટી, સિધ્ધેશ્વેરી સોસાયટી, ગાયત્રી હાઇસ્કુલ, ગોવારીયાવાસ તથા બાજુમાં આવેલ વજેગઢ ગામના વરસાદી પાણીનો હાલમાં રાજેશ્વર હાઈસ્કુલ પાસેના બોક્ષ કલવર્ટમાં થઈ ટાંડા તળાવમાં નિકાલ થાય છે.

પરંતુ હાલના આયોજન મુજબ રાજેશ્વર હાઈસ્કુલ આગળ બોક્ષ કલવર્ટ બંધ કરવામાં આવે તો સોસાયટી વિસ્તારના વરસાદી પાણીના નિકાલનો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે તેમ છે. આથી પાલિકાએ કલવર્ટ બંધ ન કરતાં તેને વાઈડીંગ કરવા વિનંતી કરી છે. વધુમાં મીઠા ચાર રસ્તાથી દૂધ શીત કેન્દ્ર સુધીના રોડથી દક્ષિણ બાજુ આવેલ સોસાયટીઓનું પાણી હાલમાં માઁ હોસ્પિટલ આગળની સ્ટ્રોમવોટર ડ્રેઈનમાં થઈ ત્યાંથી બસ સ્ટેન્ડ પાસેના તળાવમાં થઈ ત્યાંથી ન.પા. દ્વારા નાખેલ સ્ટ્રોમવોટર પાઈપ લાઈન દ્વારા પીપળીયા તળાવમાં નિકાલ થાય છે.

તથા અમુક વિસ્તારના પાણીનો નિકાલ મામલતદાર કચેરીવાળા રોડ પરથી સીધો પીપળીયા તળાવમાં થતો હોઇ વરસાદી પાણીના કુદરતી નિકાલના ઉપરોકત વહેણ (માર્ગ) ધ્યાને લઈ માઁ હોસ્પિટલ પાસેની સ્ટ્રોમવોટર ડ્રેઈનને બંધ કરવાના બદલે તેનું વાઈડીંગ કરવા તથા મામલતદાર કચેરી રોડ પર નવિન બોક્ષ કલવર્ટ નાંખવા માંગણી ભરી વિનંતી કરી છે.

ભવિષ્યમાં ઉપરોક્ત વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની કોઈપણ સમસ્યાનું નિર્માણ થશે તો તે માટે ને.હા. ઓથોરીટીની સંપૂર્ણ જવાબદારી રહેશે. અને આવા કિસ્સામાં જે તે વખતની પરિસ્થિતિ ધ્યાને લઈ ન.પા. દ્વારા વરસાદી પાણીના લીધે ઉત્પન્ન થતી ડિઝાસ્ટરની સમસ્યાના નિકાલ માટે તાત્કાલિક ધોરણે નેશનલ હાઇવે તોડવાની જરૂરિયાત ઉપસ્થિત થશે તો પણ પાલિકા દ્વારા જાહેર જનતાના હિતમાં તે મુજબની કાર્યવાહી કરવાની નાછુટકે ફરજ પડશે તેવી ચેતવણી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...