થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાંથી બુધવારની સાંજે પડેલ માતા-પુત્રી પૈકી પુત્રીનો મૃતદેહ ગુરૂવારે સવારે 15 કલાક બાદ મળી આવ્યો હતો. જ્યારે માતાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ બનાવને લઇને અરેરાટી સાથે ચકચાર પ્રસરી જવા પામી હતી.થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં ચુડમેર ગામની સીમમાં બુધવારની સાંજના સુમારે છ વાગ્યાના સુમારે એક મહિલાએ બાળકી સાથે કેનાલમાં ઝંપલાવી દીધું હતું. આ બનાવ રાહદારીએ જોઇ લેતાં તેણે બુમો પાડી અન્ય ખેડૂતોને જાણ કરી હતી. આથી તાબડતોબ દોડી આવેલા ખેડૂતોએ એક રસ્સો નાંખી બચાવવાની કોશિશ કરી હતી.
પુત્રીનો 15 કલાક બાદ મૃતદેહ મળ્યો જ્યારે મહિલાની શોધખોળ જારી
જો કે મહિલાએ રસ્સો પક્ડયો ન હતો. આથી આ અંગે પાલિકાની ફાયરટીમને જાણ કરાતાં ફાયર ઓફીસર વિરમ રાઠોડ અને તરવૈયા સુલતાન મીર તાબડતોબ દોડી આવ્યા હતા. જો કે મોડા સુધી શોધખોળ કરવા છતાં પણ કોઇ ભાળ મળી ન હતી. જેની વચ્ચે જમડા ગામની સીમમાંથી ગુરુવારે સવારે અંદાજે 9 વાગે બાળકીનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. જ્યારે આ અંગે થરાદ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ પણ દોડી હતી.
પોલીસ દ્વારા મહિલાના મોબાઇલ તથા ઓઢણી કબજે લેવાયાં હતાં. તેમજ છેલ્લા ત્રણ કોલ પર પ્રયાસ કરાતાં સામેથી રિસીવ કરાયો ન હતો. પોલીસ દ્વારા બાળકીનો મૃતદેહ કબજે લઇ પીએમ અર્થે ખસેડાયો હતો. જ્યારે મહિલાની શોધખોળ કરાઇ રહી છે. આ બનાવને લઇને પંથકમાં અનેક તર્કવિતર્કો ભરી અરેરાટી સાથે ચકચાર પ્રસરવા પામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.