બસ પરત શરૂ કરવા માગ:થરાદ ધાનેરા ડેડુવા રૂટની બસ શરૂ કરવા ધારાસભ્યે ST વિભાગીય નિયામકને લેખીત રજૂઆત કરી

થરાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદ એસટી બસ ડેપોની 17:00 કલાકે ઉપડતી બસ થરાદ ધાનેરા ડેડુવા કોરોના કાળ દરમ્યાન બંધ કરી દેવામાં આવેલ છે. જેના કારણે જનતાને લાંબા સમયથી હાલાકી વેઠવી પડે છે. જે વર્ષો જુની રેગ્યુલર સમયસર ચાલતી બસ બંધ કરી દેવામાં આવેલ છે. જેના કારણે થરાદથી ડેડુવા જતા રસ્તામાં આવતા વિવિધ ગામની જનતા માટે સમયસર ચાલતી અને છેવાડાના ગામડા સુધીની સેવા મળવાપાત્ર હતી. પણ કોઈ અગમ્ય કારણોસર આ ગાડી બંધ કરી દેવામાં આવેલ છે . જેના કારણે તે સમયે મુસાફર જનતાને હાલાકી વેઠવી પડે છે. તેમજ સવારે રીટર્ન આવતી તે ગાડીમાં તમામ મુસાફર જનતા અને વિધાર્થીઓને કોલેજ કે સ્કુલ જવા માટે પણ વર્ષોથી સમયસર ચાલતી ગાડી બંધ કરતા મુશ્કેલીમાં મુકેલ છે.

આ બાબતે વિસ્તારના મુસાફરોની રજૂઆતો ધ્યાને લઇ ધારાસભ્ય ગુલાબસિહ રાજપુતે એસટી વિભાગ પાલનપુરના વિભાગ્ય નિયામકને રજુઆત કરી છે કે વર્ષો જુની થરાદથી ઉપડતી 17:00 કલાકની બસ થરાદ ધાનેરા ડેડુવા અને સવાર પરત ફરતી 6:00 થી 8:30 સમય ગાળાની આ ગાડીને ચાલુ કરવામાં આવે જેથી વિધાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ સત્વરે ગાડી ચાલુ કરવામાં આવે તેવી લેખિત રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...