કાર્યવાહી:થરાદમાં દારૂ ભરીને આવતા બે શખ્સોને એલસીબીએ ઝડપ્યા

થરાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દારૂ સહિત 3.56 લાખનો દારૂ જપ્ત કર્યો

થરાદ | એલસીબી કર્મચારીઓ થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન રાજસ્થાન તરફથી કાર નંબર જીજે-08-એપી-6131 વિદેશી દારૂ ભરીને આવતી હોવાની બાતમી મળી હતી. આથી પોલીસ કર્મચારીઓએ નાકાબંધી કરી વોચ ગોઠવી કાર આવતા તેને અટકાવી તપાસ કરી હતી.

પોલીસે વિક્રમ ઉર્ફે ગોરખો લક્ષ્મણભાઈ રાજપુત (રહે.ડોડગામ,તા.થરાદ) તથા મુકેશભાઈ પ્રભુભાઈ માજીરાણા (રહે.નારોલી,તા.થરાદ) ને દારૂની 600 બોટલ રૂપિયા 54,408, બે મોબાઇલ 2500 અને 3 લાખની કાર મળીને કુલ રૂ.3,56,908 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

આ જથ્થો સીલુ (રાજસ્થાન) ના ઠેકા પરથી જુજારસિંહ સરદારસિંહ રાજપુત (રહે.સરવાણા,તા.ચિતલવાણા)ના કહેવાથી સેલ્સમેન માંગીલાલ ભકચંદ વિશ્નોઇ (રહે.સરવાણા,તા.ચિતલવાણા) એ ભરાવી આપ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચાર શખસો સામે ગુનો દાખલ કરી જથ્થો જેને આપવાનો હતો તે અંગે પણ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...