કાર્યવાહી:થરાદના વેપારીઓને છેતરનારો ફરાર વેપારી જેલ હવાલે કરાયો

થરાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 5 વર્ષથી નાસતા ફરતા વેપારીને ઝડપી લીધો

પાંચ વર્ષ પહેલાં થરાદ માર્કેટમાં વેપારી પેઢી ધરાવતા એક વેપારીએ અન્ય વેપારીઓ પાસેથી હરાજીમાં ખરીદી કર્યા બાદ ચુકવણું કર્યું ન હતું. આથી વેપારીઓએ કોર્ટ રાહે કાર્યવાહી કરતાં કોર્ટ વોરંટની આધારે થરાદ પોલીસે તાજેતરમાં જ નાસતા-ફરતા ફરાર વેપારીને ઝડપી લઇને જેલ હવાલે કર્યો હતો.

થરાદ માર્કેટયાર્ડમાં પ્લોટ નંબર-24 માં હનુમાન ટ્રેડીંગ નામથી વેપારી પેઢી ધરાવતા વેપારી રાવતા ભાઇ પાંચા ભાઇ પટેલ (રહે.કિયાલ) એ 30 માર્ચ-2017 ના રોજ થરાદ માર્કેટના કેટલાક વેપારીઓ પાસેથી હરાજીથી ઇસબગુલ ના માલની ખરીદી કરી હતી. ત્યારબાદ તેમનું પેમેન્ટ ન આપતાં ઉઘરાણી કરતા વેપારીઓને આપેલા ચેક પણ રિટર્ન થયા હતા.

આ અંગે માર્કેટના ત્રણ વેપારીઓ પ્રભુભાઈ પટેલ, ખીમજીભાઈ ચૌધરી અને ઇશ્વરભાઈ રાજપૂતની પેઢી દ્વારા ન્યાય માટે 11 ઓક્ટોબર-17ના રોજ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. આથી થરાદ કોર્ટ દ્વારા વોરંટ કાઢવામાં આવ્યું હતું. પરિણામે થરાદ પોલીસ દ્વારા નાસતા ફરતા વેપારીને ઝડપી લઇને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

આથી, વેપારીઓમાં પૈસા હવે પાછા આવશે તેવી આશા જન્મથી હતી. આ અંગે કોર્ટમાં કેસ કરનાર વેપારીઓએ જણાવ્યું હતું કે 15 જેટલી વેપારી પેઢી સાથે રાવતા ભાઇ પાંચા ભાઇ પટેલ દ્વારા આ પ્રકારે છેતરપિંડી કરવામાં આવી હતી. જે પૈકીના ત્રણ વેપારીઓએ કોર્ટનો સહારો પણ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...