થરાદમાં પૂરના પાણી હજી આસર્યા નથી:ખાનપુર ગામના ખેડૂતોના ખેતરોમાંથી પાણી ઓસરવાનું નામ લેતા નથી; તંત્ર નિદ્રાધીન અવસ્થામાં

થરાદ9 દિવસ પહેલા
  • ખાનપુરઅંદાજે એકરથી વધારે જમીનના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતા ખેડુત ખેતી વિહોણોબન્યા

બનાસકાંઠા જિલ્લાની તો 2015/17માં કુદરતી આફત આવી પડી હતી અને વિનાશક પુર આવતાં અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા, અને અનેક ઘરોમાં અને ખેતરોમાં પાણી ભરાઇ જતાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે વાત કરવામાં આવે થરાદના ખાનપુર નાગલા અને ડોડગામની જ્યાં વિનાશક પુરે ભારે તારાજી સર્જી હતી અને જેના કારણે આજ દિન સુધી ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ખાનપુર ગામે વિનાશક પુર પછી આજ સુધી ખેડૂતોના ખેતરોમાંથી પાણી ઓશરાતા નથી અને ખેડૂતો જાણે જમીન હોવા છતાં પણ જમીન વિહોણા બની ગયા હોય એવી પરિસ્થિતિ ઉભી થઇ છે.

તંત્ર ઝડપી કાર્યવાહી કરે તેવી માગ
બીજી બાજુ ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા કેનાલ ખાનપુરના ખેડૂતો માટે આફત બની ગઇ છે, કારણ કે ખાનપુર નજીક મુખ્ય કેનાલ પર પાણીના નિકાલ માટે સાઇફન મુકવામાં આવ્યું છે. જેના કારણે થરાદ શહેર સહિતનું પાણી ખાનપુરના ખેડૂતોના ખેતરોમાં આવતાં આ પાણી આફત બની ગયું છે. ખેતરોમાં વરસાદી પાણી આવતાં આ ખેતરોમાંથી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન હોવાથી આ પાણી પણ ખેડૂતો ના ખેતરોમાં આવીને પડી રહી છે જેથી ખેતરો હવે સરવાણી બની ગયા છે.

કોઈ સરકાર ખેતરોમાંથી પાણી કાઢી શકતી નથી
ખાનપુર ગામે 2015થી પાણી ભરાયેલું હોવાના કારણે ખેડૂતો ખેતરમાં પગ મૂકી શકતા નથી. બીજીબાજુ મુખ્ય નર્મદા નહેરનું ડ્રેઈમેજ સાયફન લીકેજ થતાં તેનું પાણી નર્મદા નહેરના પશ્ચિમ દિશાએ આવેલા ખાનપુર ગામની સીમમાં એક ખેતરમાંથી બીજા ખેતરમાં પાણી ફરી વળતાં અનેક ખેડૂતોની ખેતીની જમીન વર્ષોથી પાણીમાં જ છે ત્યારે ખેડૂતો સરકાર સમક્ષ એક જ માગણી કરી રહ્યા છે અમારા ખેતરનો પાણીનો નિકાલ કરી અમને ખેતી કરવા લાયક બનાવો તેમજ વધુમાં જણાવ્યું હતું કે અમે અમારા ગામમાં તેમજ તાલુકામાં કોંગ્રેસ તેમજ ભાજપની સરકાર દેખી પણ અમારા ખેતર નો પાણીનો નિકાલ થાય તેવી સરકાર પાસે માંગ છે.

અન્ય સમાચારો પણ છે...