સારવાર:થરાદમાં કેન્સર થતું રોકવા તબીબે દર્દીનું ગુપ્તાંગ કાઢી નાખ્યું

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સરહદી પંથકમાં પ્રજાજનો આજે પણ ગુપ્તરોગની સારવાર માટે તબીબો પાસે જતાં શરમ અને સંકોચ અનુભવતા હોય છે. તેના પરિણામે જીવનભર જાતીયસુખથી વંચિત રહેવા ઉપરાંત પુરૂષને પણ ફરજીયાત મહિલાઓની જેમ બેસીને લઘુશંકા કરવી પડે તેવી પરિસ્થિતી ઉભી થતી હોવાનો કિસ્સો જોવા મળ્યો હતો. જો કે તેનાથી પણ ગંભીરતાએ હતી કે કેન્સર જેવી જીવલેણ બિમારીનો ભોગ બનતું અટકાવવા શિશ્ન કપાવવું પડ્યું હતું.

સરહદી પંથકનો એક દર્દી ગુપ્તાંગના ભાગે ચાંદીઓ સાથે શહેરની જેજે પટેલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. જ્યાં તબીબ ડો.જે જે પટેલે તપાસતાં કેન્સર થવા જઇ રહ્યું હતું. આથી સાથી ડો.દિનેશ પિલીયાતર સાથે મળીને બે કલાકના જહેમતભર્યા ઓપરેશન બાદ યુવકનું ગુપ્તાંગ (શિશ્ન) કાઢી નાખ્યું હતું. આ અંગે ડો. જે જે પટેલે જણાવ્યું હતું કે થરાદમાં પોતાની 25 વર્ષની પ્રેક્ટિસમાં આ પ્રકારની બિમારી પ્રથમ વખત જોવા મળી હતી.શરૂઆતમાં સાફસફાઇનો અભાવ કે અસુરક્ષિત જાતીય સંબંધના કારણે શિશ્નના ટૉપના ભાગે પડતી ચાંદી અંગે બેદરકારી દાખવીને તેની કોઇ દવા નહી કરાવતાં તે વધતી હોય છે.અને શિશ્નના ઉપરના કવરનો ભાગ પાછો જવો બંધ થઇ જતાં મુત્રનો ભરાવો થવાને કારણે અન્યત્ર પણ ચેપ થવા પામ્યો હતો.

પરંતુ શરમ અને સંકોચના કારણે દર્દીએ કોઇને વાત નહી કરતાં એકમાંથી અનેક ચાંદીઓ ગુપ્તાંગ આજુબાજુ થવા પામી હતી.અને તળપદી ભાષામાં (વેળ) સાથળ ઉપરના બંન્ને જોઇન્ટમાં દુઃખાવો થતાં છ મહિના તકલીફ સહન કર્યા બાદ આખરે હોસ્પીટલમાં દાખલ થયો હતો. અને બિમારી કેંસરમાં પરિણામે તે પુર્વે જીવન બચાવવા ગુપ્તાંગ ગુમાવવાની નોબત આવી હતી. જો કે, પરિવારમાં બે પુત્રો અને તેમને પણ બાળકો ધરાવતા દર્દીએ દિવ્યભાસ્કર સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, ત્રણ મહિના પહેલાં પૈાત્રએ રમતાં રમતાં ગુપ્તાંગના ભાગે ધોકો માર્યો હતો. આથી લોહી નિકળતી ઇજા થવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...