તપાસ:થરાદમાં ત્રણ બાળકો બાદ બંને પ્રેમીઓના મૃતદેહ પણ મળ્યા

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેનાલમાં એકબીજાથી બાંધેલી હાલતમાં તરતા હતા

ગુરુવારે કેનાલમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે શુક્રવારની વહેલી સવારના સુમારે થરાદના નાગલા ગામની સીમમાંથી મુક્તાબેન અને તેણીના પ્રેમી દેવાજીના મૃતદેહ એકબીજાને વિંટળાયેલા અને દુપટ્ટાથી કસોકસ રીતે બાંધેલા મળી આવ્યા હતા. ઇશ્વરભાઇએ થરાદ પોલીસ મથકે પત્ની અને પ્રેમી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

બુધવારે બાર વાગે મહિલાનો પતિ ઇશ્વરભાઇ ઠાકોર પોતાના ઘરે હતો. પ્રેમી દેવાજી ઠાકોર ત્યાં આવ્યો જેના પત્ની સાથે આડાસંબંધ હોવાની ચારેક દિવસ પહેલાં ખબર પડતાં તેને ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું. આથી તે જતો રહ્યા બાદ ઇશ્વરભાઇ પણ ફાર્મ હાઉસમાં વાડ કરવા જતો રહ્યો હતો. અને સાંજે પરત આવતાં પત્ની અને બાળકો ઘરે નહી જણાતાં પોતાના ભાઇ-ભાભીને પુછતાં તેમણે તેણી બાળકો સાથે નિકળી હતી. અને દેવાભાઇ બહાર ઉભો હોવાનું જણાવ્યું હતું. આથી તેના ભાઇએ દેવાજીને ફોન કર્યો હતો પરંતુ તેણે ઉપાડ્યો ન હતો.

આથી પરિવારના અન્ય સ્વજનોને આ બાબતે વાત કરી હતી. જેની વચ્ચે ગુરુવારના સુમારે કેનાલમાંથી તેમના બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે શુક્રવારની વહેલી સવારના સુમારે થરાદના નાગલા ગામની સીમમાંથી મુક્તાબેન અને તેણીના પ્રેમી દેવાજીના મૃતદેહ એકબીજાને વિંટળાયેલા અને દુપટ્ટાથી કસોકસ રીતે બાંધેલા મળી આવ્યા હતા. થરાદ પોલીસને જાણ કરાતાં પોલીસે તરવૈયા સાથે દોડી જઇને મૃતદેહ બહાર કઢાવી પીએમ અર્થે ખસેડ્યા હતા. મોબાઇલ પણ નહી રાખતા પતિના હસતા ખેલતા પરિવારમાં પલિતો ચાંપીને પરિવાર વેરવિખેર કરનાર પ્રેમી અને આંધળા પ્રેમમાં ઓતપ્રોત થઇને માસુમ બાળકોને નહેરમાં નાંખવાનું રાક્ષસી કૃત્ય કરનાર જનેતા સામે ફિટકારની લાગણી પ્રસરી હતી.

નર્મદા નહેરમાંથી ત્રણ બાળકોના મોતની ઘટના સંદર્ભે પિતા ઇશ્વરભાઇ નાગરભાઇ ઠાકોર (રહે.અડાલજ, પૃંધરાસણ ચોકડી, મનબીત ફાર્મહાઉસ પાસે,મુળ રહે.દેથળી,તા.વાવ) ની ફરિયાદના આધારે થરાદ પોલીસે પત્નીના પ્રેમી દેવાજી રમેશજી ઠાકોર (રહે.ધરાધરા,તા.વાવ) અને મુક્તાબેન ઇશ્વરભાઇ ઠાકોર (રહે.ધરાધરા,તા.વાવ) સામે બંન્નેએ આડાસંબંધોના કારણે તેમના ત્રણ બાળકો કિંજલબેન (ઉં.વ.10), વિશાલભાઇ (ઉં.વ.5) તથા સુમિતભાઇ (ઉં.વ.3) નાં સણધર ગામની સીમમાં એકબીજાની મદદગારીથી નાંખી દઇ તેમનું કાસળ કાઢી નાખી ખુન કરી મોત નિપજાવ્યા બદલ આઇપીસી કલમ 302,114 મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

કાંકરેજ તાલુકાના રૂવેલ ગામે ચૌદ વરસ પહેલાં પરણેલા ઇશ્વરભાઇને પાંચ બાળકો હતાં. જે પૈકી બીજા અને ત્રીજા નંબરની દિકરીઓ વિશ્વા અને વસંત માતા પાસે દેથળી મુકામે રહે છે. જે પૈકી સૌથી મોટી અને સૌથી નાનાં બે બાળકોની હત્યા કરી દેવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...