કંડકટરની ઇમાનદારી:થરાદ ડેપોના કંડકટરે રોકડ ભરેલું પાકીટ મૂળ માલિકને પરત કર્યું

થરાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદ ડેપોમાં નોકરી કરતા કંડકટર મહેન્દ્રભાઈ કે.પરમાર ( બેજ નં-302) ને રવિવારે થરાદ ડેપોની હિંમતનગર રૂટની વાવ-હિંમતનગર બસમાંની સીટ પરથી એક બિનવારસી પાકીટ મળી આવ્યું હતું. જેમાં 5 હજાર રોકડા અને એ.ટી.એમ કાર્ડ, લાઈસન્સ સહિત કિંમતી ચીજવસ્તુઓ મળી આવી હતી.

જે મુસાફર ભગવાનભાઈ સોમાભાઈ પ્રજાપતિ ભુલી ગયેલ હોવાનું જણાતાં મહેન્દ્રભાઇએ તેને ડ્રાઈવર સાથે મળીને તેના મુળ માલિક સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો હતો. અને તેની તપાસ કરીને તેના મુળ માલિક મુસાફરને મોબાઇલ દ્વારા જાણ કરી હતી. તેમજ તેમને રૂબરૂ પાલનપુર બોલાવી અને પાલનપુર ટી.સી. પોઈન્ટમાં ટી.સી.તરીકે ફરજ બજાવતા ભીખાભાઈની રૂબરૂ પરત કરી પ્રામણિકતાનાં દર્શન કરાવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...