કાર્યવાહી:થરાદની નહેરમાં ડૂબેલા ઈઢાટાના યુવકનો મૃતદેહ ત્રીજા દિવસે મળ્યો

થરાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાસરિયાંએ પત્નીને ન મોકલતાં કેનાલમાં કેનાલમાં ઝંપલાવ્યું હતુ

થરાદની મુખ્ય નહેરમાં તાલુકાના ઇઢાટા ગામના એક યુવકે ઝંપલાવ્યું હોવાનું આશંકાએ નગરપાલિકાના તરવૈયા બે દિવસથી શોધખોળ કરવા છતાં કોઇ ભાળ મળતી ન હતી. જેની વચ્ચે ગુરુવારની વહેલી સવારે મહાજનપુરા ગામની સીમમાંથી તરતો મળી આવ્યો હતો. યુવક ટડાવ ગામે પત્નીને તેડવા જતાં નહી મોકલતાં લાગી આવવાથી તેણે મોતને વ્હાલું કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

થરાદની મુખ્ય નર્મદા નહેરમાં ચુડમેર પુલ નજીક શ્રવણભાઇ હરદાનભાઇ તુરી (રહે.ઇઢાટા,તા.થરાદ) (ઉં.વ.23) ઝંપલાવતાં ફાયર ઓફીસર વિરમ રાઠોડ અને ટીમ દ્વારા બે દિવસ 35 ફુટ જેટલા ઉંડા અને ધસમસતા પ્રવાહમાં ઝાળી ગોઠવીને પણ તપાસ હાથ ધરાઇ હતી. ગુરુવારની સવારના સુમારે આ યુવકનો મૃતદેહ થરાદના મહાજનપુરા ગામની સીમમાંથી નહેરમાં તરતો મળી આવ્યો હતો. જે શ્રવણભાઇનો હોવાનો જાણવા મળ્યો હતો.

આથી નગરપાલિકાના ફાયરટીમ દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો હતો. અને તેના પરિવારને જાણ કરી સોંપવામાં આવ્યો હતો. જો કે આત્મહત્યા અંગે ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું. પરંતું બે દિવસ પહેલાં યુવક સાસરીમાં રહેલી પોતાની પત્નીને તેડવા જતાં સાસરીયાં દ્વારા તેણીને ન મોકલતાં લાગી આવવાથી કેનાલમાં પડીને મોતને વ્હાલું કર્યું હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. થરાદ પોલીસે મૃતકનું પીએમ પણ કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...