વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરાયા:થરાદના આજાવાડા પ્રાથમિક શાળાના 67મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદ તાલુકાના અનેક ગામડાઓમાં પ્રાથમિક શાળાના જન્મદિવસની ઉજવણી થઈ રહી હોય છે, ત્યારે થરાદના આજાવાડા મુકામે પ્રાથમિક શાળાનો 67મો જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યાં હતાં. તેમજ જન્મદિવસ નિમિત્તે આજાવાડા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ શિક્ષકોને તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સરપંચ પતિ ભીખાભાઈ પટેલ, પૂર્વ.સરપંચ કાળાભાઈ હાજર રહ્યાં હતાં.

જેમાં બહારથી પધારેલ તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનો દ્વારા સ્કૂલમાં ડસ્ટબિન, ટેબલ, ઇલેક્ટ્રીક સગડી, વોટર પ્લાન વગેરે જેવી જરૂરિયાત ચીજ વસ્તુઓ પણ ભેટમાં આપવામાં આવી હતી. ગામના દાતાશ્રીઓ દ્વારા ફાળો પણ આપવામાં આવ્યો હતો. તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓનું પણ પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...