યોગ કોમ્પિટીશન:થરાદના યોગા માસ્ટર ક્રિષ્ના અતીતે નેશનલ યોગા સ્પોર્ટ્સ ફેડરેશનમાં જિલ્લાકક્ષાએ પ્રથમ નંબરે વિજેતા બની ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા

થરાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લા ખાતે નેશનલ યોગા સ્પોર્ટ્સ ફેડરેશનની જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા યોજાઈ. જેમાં 100 જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ત્યારે યોગા માસ્ટર ક્રિષ્ના અતિતે ત્રણ અલગ અલગ યોગા સ્પર્ધામાં પ્રથમ, નંબરે વિજેતા બની હતી. પહેલું ટ્રેડર્સનલ યોગાસન, બીજું આર્ટિસ્ટિક યોગાસન સિંગલ, અને ત્રીજું આર્ટિસ્ટિક યોગાસન પેરમાં આમ ત્રણેય યોગસનમાં પ્રથમ નંબરે વિજેતા બની ત્રણ ગોલ્ડ મેડલ મેળવતાં સ્કૂલ, પરિવાર, સમાજ, ગામ, તેમજ તાલુકા અને જિલ્લાનું નામ રોશન કર્યું હતું.

યોગા માસ્ટર ક્રિષ્ના અતિતને આગામી તારીખ 14-સપ્ટેમ્બર 2022 ના રોજ અમદાવાદ ખાતે યોજાનાર રાજ્યકક્ષાની યોગા સ્પર્ધામાં પસંદગી કરવામાં આવી. આ સ્પર્ધામાં જિલ્લા રમતગમત અધિકારી પ્રીતેશભાઈ સોની, ર્ડા.સુરેન્દ્ર ગુપ્તા, ડૉ.ગિરધર પટેલ, જાગૃતિ મહેતા, પ્રવીણ સિઓડિયાં અને પિયુષ રાવલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. યોગા સ્પર્ધાના નિર્ણાયક તરીકે દેવેન્દ્ર કુમાર, અનિલભાઈ સાગ, આકાશસર પટેલ, નિયતાબેન જોશી દ્વારા મૂલ્યાંકન કરી ક્રમાંક આપવામાં આવ્યો હતો. યોગા માસ્ટર ક્રિષ્ના અતીતને લોકો દ્વારા બેસ્ટ ઓફ લકને ખુબ આગળ વધો અને ખુબ પ્રગતિ કરોને ઇન્ટરનેશનલ લેવલે સિલેકશન થાય તેવી શુભકામઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...