આત્મહત્યા:થરાદની પરિણીતા આપઘાત કરતાં પહેલાં પતિને ફોન કરી કેનાલમાં કૂદી

થરાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદાની મુખ્ય નહેરમાં શોધખોળ બાદ મહિલાનો મૃતદેહ મળ્યો

થરાદ તાલુકામાં સાસરું અને વાવમાં પિયર ધરાવતી એક પરિણીતાએ કેનાલમાં પડવા અંગે પોતાના પતિને છેલ્લી ઘડીએ ફોનથી કેનાલમાં પડવાનું જણાવીને કુદકો મારી દિધો હતો. બનાવને પગલે બંન્ને તાલુકામાં અરેરાટી સાથે ચકચાર પ્રસરવા પામી હતી.

શુક્રવારના બપોરના ત્રણેક વાગ્યાના સુમારે ઢીમા પુલ પાસેથી પસાર થતી થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં અજાણી યુવતીએ મોતની છલાંગ લગાવી દીધી હોવાનો કોલ મળતાં થરાદના ફાયર ઓફીસર વિરમ રાઠોડ ટીમ સાથે સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં અડધો કલાકની જહેમતભરી શોધખોળ બાદ યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.

તેણી થરાદ તાલુકાના ભીમપુરા ગામની અને ઢીમા મુકામે પિયર ધરાવતી દરિયાબેન પ્રકાશભાઈ પઢીયાર (ઉં.વ.આ.23) તરીકેની થવા પામી હતી. તેણીનાં લગ્ન થયેલ હતાં પરંતુ સંતાન નહી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવને પગલે પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરવા પામી હતી. જો કે કેનાલમાં પડવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું.

પરંતુ ભાઇ-બહેનના સાટાપ્રથામાં લગ્ન થયેલ હતાં અને તેણી પોતાના પતિ સાથે થરાદમાં આવેલ હતી. પતિ બજારમાં હતો અને તેણીએ કેનાલમાં પડું છું તેમ કહીને પડી પણ ગઇ હતી. જેને રાહદારીઓએ પડતાં જોઇ લીધી હતી. પરિવાર પણ તાબડતોબ દોડી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...