'અંગદાન, મહાદાન':થરાદની ક્રિષ્ના હોસ્પિટલને એક વર્ષ પૂર્ણ થતાં લુણાલ ગામે ઉજવણી; અંગદાન જાગૃતિના કાર્યક્રમમાં લોકો બહોળી સંખ્યામાં જોડાયા

થરાદ2 મહિનો પહેલા

થરાદમાં ક્રિષ્ના હોસ્પિટલના શુભારંભ થયાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષમાં હજારો દર્દીની સારવાર કરી સફળતાપૂર્વક સાજા કરાયા છે. તેની શુભ ઉજવણીના ભાગરૂપે થરાદ શહેર અને તાલુકામાં સૌપ્રથમ વાર “અંગદાન જાગૃતિ કાર્યક્રમ”નું ભવ્ય આયોજન શ્રી નકળંગધામ લુણાલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કરબૂણ મંદિરના મહંત નાગરવન બાપજી,ભાપી શિવમંદિર મહંત અંકિતપુરી સહિત ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને વાવ-થરાદની ડોક્ટર ટીમ તેમજ બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી અંગદાનનું મહત્વ જાણ્યું હતું. દિલીપભાઈ દેશમુખે તેમના લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ નિર્ણય કર્યો હતો કે, હવે હું અંગદાન જાગૃતિ કાર્ય માટે બાકીનું જીવન વ્યતિત કરીશ અને શરૂ થઇ દિલીપભાઈ દેશમુખ પ્રેરિત એક જબરજસ્ત અંગદાન જાગૃતિ ઝુંબેશ.

લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અંગદાનનું મહત્વ જાણ્યું
આ અભિયાનમાં લાખો લોકો, કેટલીય સ્વૈચ્છીક સંસ્થાઓ જોડાઈ જેને કારણે એક જ વર્ષમાં 90થી વધુ લોકોનું અંગદાન શક્ય બન્યું હતું. અત્યાર સુધી 285થી વધુ લોકોને જીવનદાન પ્રાપ્ત થયું છે. કેટલાય સેમિનાર કરી હજારો લોકોને જાતે મળીને સમજ આપી હતી. આજે ગુજરાતમાં હાર્ટ માટેનું વેઇટિંગ લિસ્ટ ખતમ થઈ ગયું છે. બહુ જલદી અંગદાન કરી બીજા બિમાર લોકોને અંગોની પણ જરૂરિયાતો પૂરી થઇ જશે. આ ભવ્ય કાર્યક્રમ માં આવેલ તમામ મહેમાનોને ફોટા સાલ આપી સન્માનિત કર્યા અને લોકો નકલંગ ભગવાનના દર્શન કરી ભોજન પ્રસાદ લઈ પાવન બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...