ગૌરવ:થરાદનો વિદ્યાર્થી પાંચ કિમી દોડમાં સમગ્ર ભારતમાં પ્રથમનંબરે આવ્યો

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદની ખાનગી શાળામાં અભ્યાસ કરતા અને તાલુકાના ઇઢાટા ગામના નવ વર્ષના વિધાર્થીએ ક્રિષ્ના અતિત નેશનલ કક્ષાની 5 કિલોમીટર દોડમાં સમગ્ર ભારતમાં પ્રથમ નબરે વિજેતા બની ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જેમાં તેને ટ્રોફી,સર્ટી ફિકેટ અને 1.20 લાખ રોકડથી પુરસ્કૃત કરાયો હતો.શહેરની ખાનગી શાળામાં પીટી શિક્ષક પિતાના માર્ગદર્શનમાં જ પુત્ર રાષ્ટ્રીયકક્ષાએ નામના વધારી રહ્યો છે.

રવિવારના રોજ વીર દુર્ગા છતીશગઢ એથ્લેટીકસ ચેમ્પિયનશીપ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન તેમજ નિયમાનુસાર છતીસગઢ ખાતે નેશનલ કક્ષાની દોડ સ્પર્ધા યોજાઈ હતી.જેમાં 800 જેટલાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ પ્રકારની દોડ જેમ કે 100 મીટર, 200 મીટર, 500 મીટર, 1000 મીટર અને 5 કિલોમીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું .આ સ્પર્ધામાં 5 કિલોમીટર દોડ સ્પર્ધામાં થરાદના ઇઢાટા ગામના નવ વર્ષના ક્રિષ્ના અતિતે સમગ્ર ભારતમાં પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ મેડલ વિજેતા બન્યો હતો.

ક્રિષ્ના અતિતની ઈંટરનેશનલ કક્ષાની દોડ સ્પર્ધામાં પસંદગી કરવામાં આવી અને તેમાં જવલંત સફળતા મેળવતાં બનાસકાંઠાના સરહદી પંથકના બાળકે નેશનલ રેસર પ્લેયર બનીને સ્કુલ, પરિવાર, સમાજ, ગામ, તાલુકા, જિલ્લા સહિત આખા ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું હતું.

આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના સ્પોર્ટ્સ કોચ વિક્કી અતીત અને નેશનલ રનર કોચ નંદની રાજપુતએ ક્રિષ્ના અતિતની સાથે સ્પેશિયલ કોચ તરીકે પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. ક્રિષ્ના અતિતને સ્કુલના ટ્રસ્ટી ભરતભાઈ પરમાર, આચાર્ય વિક્રમભાઈ પટેલ, ઉત્તમસિંહ શોઢા, પિયંકા રાઠોડ, અશ્મિતા સોની, કૃણાલ નાયક, ડીમ્પલ મેહતા, નીરંજન દવે દ્વારા બિરદાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...