એસ.ટી ડેપોને 2 લાખની આવક:થરાદ ST ડેપો દ્વારા ભાદરવી પૂનમ નિમિતે એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી; યાત્રાળુઓએ ભગવાનના દર્શન કરી અનુભવી ધન્યતા

થરાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદ એસ.ટી ડેપો દ્વારા ઢીમાં યાત્રાધામમાં ભાદરવી પૂનમ નિમિતે એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી હતી. વધારે ફાળવવામાં આવેલી બસોના કારણે એસ.ટી બસોને 2 લાખથી વધુની આવક થઈ છે. અને સાથે યાત્રાળુઓ પણ વ્યવસ્થિત રીતે મુસાફરી કરી શક્યા હતા.

વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ખાતે આવેલ ભગવાન શામળિયાના દર્શન કરવા માટે દર વર્ષે ભાદરવા સુદ પૂનમના દિવસે અનેક યાત્રાળુ પગપાળા ઢીમામાં ભગવાનના દર્શન કરવા આવતા હોય છે. યાત્રાળુને પરત ફરવા માટે થરાદ એસટી ડેપો દ્વારા એકસ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં એસટી ડેપોના મેનેજર ભરતભાઈ ચૌધરી, મનુભાઈ ત્રિવેદી, રાજુભાઈ પુરોહિત, રાજુભાઈ ત્રિવેદી, યોગેશભાઈ ત્રિવેદી, દિલીપભાઈ પટેલ, અરજણભાઈ પટેલ સહિત એસટીના કર્મચારીઓ દ્વારા યાત્રાળુને એસટીની સુવિધા પૂરી પાડવા માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસટી નિગમ દ્વારા મુસાફરોને વ્યવસ્થિત મુસાફરી થાય તેના માટે વધારાની બસો ફાળવી એસટી ડેપોની 2થી 2.5 લાખની આવક ઊભી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...