પોલીસની ઉમદા કામગીરી:થરાદ પોલીસ મથકે વાહન ચાલકોની આંખોના ટેસ્ટ માટે સેમિનાર યોજાયો; અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા ઝુંબેશ હાથ ધરી

થરાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદ પંથકમાં અકસ્માતોનું પ્રમાણ દિવસે દિવસે વધવા પામતાં પોલીસ મથકે ફરજ બજાવતા પીઆઇ જેબી ચૌધરી દ્વારા વાહન ચાલકોની મિટિંગ કરી આંખોના ટેસ્ટ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોડી રાત્રે આંખો અંજાવાથી અકસ્માત થતા હોય છે
વાહન ચાલકોને આંખોની ખામીઓના કારણે એટલે કે વય મર્યાદા થવાના કારણે આંખોમાં નંબર આવ્યા હોય પરંતુ મોટાભાગે આ બાબતે વાહન ચાલકો અજાણ હોય છે. જેથી રાત્રીના સમયે પોતાનું વાહન લઈને હાઇવે પર નીકળતા સામેથી આવતા ભારે વાહનની લાઈટોના કારણે ચાલક અંજાઈ જવા પામે છે. જેથી ક્યાંકને ક્યાંક અકસ્માત સર્જાતો હોય છે. જેથી આજે થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરતા પેસેન્જરોમાં નાના મોટા વાહન ચાલકોને પોલીસ મથકે બોલાવી વાહન ચલાવતી સમયે કેવી બાબતનું ધ્યાન રાખવું તેવી સમજણ આપી આંખોના તબીબ પાસે તમામ વાહન ચાલકોને આંખોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ટ્રાફિક પોલીસ ટીઆરબી જવાનો સહિત મોટી સંખ્યામાં ખાનગી વાહન ચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...