લાંબા વિરામ બાદ વરસાદનું આગમન:થરાદ પંથકમાં 4 દિવસના ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યોં; વરસાદ પડતાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

થરાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં વરસાદની આગાહીને લઈ થરાદ શહેરમાં 4 દિવસના ભારે ઉકળાટ બાદ અચાનક હવામાનમાં પલટો આવતાની સાથે કાળાં ડિબાંગ વાદળો છવાયાં હતાં. સાથે જ ભારે પવન અને વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ ખાબકતા 1 કલાકના સમયગાળા દરમિયાન 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. સાથે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું.

થરાદમાં છેલ્લા 4 દિવસથી ચોમાસામાં પણ ઉનાળા જેવી ભારે ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા. ત્યારે આજે સાંજના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેને લઈને રસ્તાઓ, ખેતરો સહિત શહેરી વિસ્તારમાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું. જેને લઈને રાહદારી તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. થરાદ પંથકમાં ધોધમાર વરસાદ પડતાં ઠંડક પ્રસરી હતી. તેમજ ભારે વરસાદના કારણે હાઇવે પર વાહનચાલકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો પણ પડ્યો હતો. તો બીજી બાજુ વરસાદના કારણે ગરમીથી કંટાળેલા લોકોને પણ રાહત મળી હતી અને વરસાદની મજા માણી હતી.

અન્ય સમાચારો પણ છે...