થરાદ નગરપાલિકા ચીફ ઓફિસરે મેઇન બજારમાં જાહેર રોડ પર ગંદકી કરનાર વેપારીઓને નોટિસ ફાટકારતા વેપારી આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે. થરાદ નગરપાલિકા સેનિટેશન શાખાના કલાર્ક પરમાર ભરતસિંહ અને તેમની ટીમ દ્વારા ગઈકાલે મંગળવારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 30 જેટલાં વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી.
30 જેટલાં વેપારીઓને નોટિસ આપવામાં આવી
થરાદ નગરપાલિકા દ્વારા ગઈકાલે નગરપાલિકા વિસ્તારમાં જાહેર રોડ પર ગંદકીને લઇને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર પાંચાભાઇ માળીની સૂચના મુજબ પાલિકા સેનિટેશન શાખાના કલાર્ક પરમાર ભરતસિંહ અને તેમની ટીમ દ્વારા મેન બજારોમાં ગંદકીને લઈ સર્વે હાથ ધરવામાં આવી હતી, જેમાં 30 જેટલા વેપારીઓને પાલિકા દ્વારા ગંદકી ના કરવા નોટીસ ફટકારાઈ હતી તેમજ સૂચના પણ આપવામાં આવી હતી, જેને લઈ વેપારી આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
નોટિસ આપી પાલિકા દ્વારા આગળની તજવીજ હાથ ધરાઈ
ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા થરાદના અનેક વિસ્તારોમાં તપાસ પાલિકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો મોટા પ્રમાણમાં વેપારીઓને નોટિસ આપવામાં આવે તેમ છે. જો કે અત્યારે માત્ર પાલિકા દ્વારા 30 જેટલાં વેપારીઓને નોટિસ આપી પાલિકા દ્વારા આગળની તજવીજ હાથ ધરાઈ છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.