કાર્યવાહી:થરાદ પાલિકા દ્વારા ગંદકી કરતાં 30 વેપારીઓને નોટિસ ફટકારાઈ

થરાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ વખત સૂચના આપી જવા દેવાયા હવે પછી દંડની કાર્યવાહી કરાશે

થરાદ નગરપાલિકા દ્વારા શહેરમાં વેપારીઓ સામે ગંદકીના મુદ્દે લાલ આંખ કરતાં 30 જેટલા વેપારીઓને નોટીસ આપવામાં આવી હતી. ત્યારબાદ દંડનીય કાર્યવાહી કરવાની ચિમકી પણ આપવામાં આવી હતી. હાલ પુરતી સુચના બાદ પાલિકા દ્વારા નગરને ગંદકી મુક્ત કરવાની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવનાર છે.

પાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઇ માળીની સુચના મુજબ મંગળવારે પાલિકાના સેનિટેશન શાખાના ક્લાર્ક પરમાર ભમરસિંહ અને તેમની ટીમ દ્વારા શહેરના મેઇન બજારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન જાહેર રોડ પર અનેક વેપારીઓ જોવા મળ્યા હતા.જાહેરમાં ગંદકી કરનાર 30 જેટલા વેપારીઓને નોટિસ આપી ગંદકી ન ...અનુસંધાન પાન નં 2

અન્ય સમાચારો પણ છે...