કર્મચારીઓમાં નારાજગી:થરાદ પાલિકાના કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઇને કર્મચારીઓમાં નારાજગી

થરાદ નગરપાલિકાના કર્મચારીઓ તેમના પડતર પ્રશ્નોને લઇને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાના છે. નગરની વિવિધ આવશ્યક સેવાઓ ખોરંભે પડતાં નગરજનોને હાલાકીઓ ભોગવવા પડવાની વકી ઉઠવા પામી છે.ગુજરાત રાજ્યની 157 નગરપાલિકાના કર્મચારીઓના વર્ષો જુના પડતર પ્રશ્નોને લઇને ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સરકારને વારંવાર રજુઆતો કરવા છતાં નિરાકરણ નહીં આવતાં બંને મહામંડળોના આદેશ મુજબ થરાદ નગરપાલિકાના તમામ કર્મચારીઓ 15 ઓક્ટોમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાના છે.

આથી નગરપાલિકાની તમામ શાખાઓ પાણી પુરવઠા, સફાઈ કામગીરી, વીજળી સેવા તેમજ વહીવટી વિભાગમાં જન્મ-મરણના દાખલાઓ સહિત પાલિકા વિસ્તારમાં આવશ્યક સેવાઓ સહિતનું કામકાજ બંધ રહેશે. આમ, પાલિકા કચેરીનું તમામ કામકાજ ખોરંભે પડે તેમ હોઇ નગરજનોને પણ સામી દિવાળીએ હાલાકીઓ ભોગવવાની નોબત આવી શકે છે.

કર્મીઓએ જણાવ્યું હતું કે, રાજ્યની 157 નગરપાલિકાઓના કર્મચારીઓના પડતર પડેલા વર્ષો જુના પ્રશ્નોનું આજદિન સુધી નિરાકરણ નહિ આવતાં બંને મહામંડળોના સમર્થનમાં રહી થરાદ પાલિકાના તમામ કર્મચારીઓએ હડતાલમાં જોડાવવા સહમતિ આપી છે. નોંધનીય છે કે ચાર દિવસ પહેલાં જ કર્મચારીઓએ નગરમાં અંધારપટ કરીને પણ તેમનો વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...