'અંગદાન જાગૃતિ કાર્યક્રમ':થરાદ કિષ્ના હોસ્પિટલને એક વર્ષ પુર્ણ થતાં અનોખી રીતે ઉજવણી; ડો.કે.આર.પટેલે તેમના વતનમાં ભવ્ય આયોજન કર્યું

થરાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદમાં ક્રિષ્ના હોસ્પિટલના શુભારંભ થયાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષમાં હજારો દર્દીની સારવાર કરી સફળતા પુર્વક સાજા કરાયા છે. તેની શુભ ઉજવણીના ભાગરૂપે થરાદ શહેર અને તાલુકામાં સૌપ્રથમ વાર “અંગદાન જાગૃતિ કાર્યક્રમ”નું ભવ્ય આયોજન તારીખ16/10/2022ના રવિવારના રોજ સવારે 10 કલાકે શ્રી નકળંગધામ લુણાલ ખાતે કરવામાં આવેલું છે.

દિલીપભાઇ દેશમુખ એટલે એક હરતી કરતી યુનિવર્સિટી, તેમણે હજારો યુવાનોને રાષ્ટ્રપ્રેમમાં રંગીને દેશસેવામાં કામે લગાડ્યા છે. તેઓ આજે યુવાનોના પ્રેરણા સ્તોત્ર બની ગયા છે. સંઘ કાર્યમાં પ્રચારક તરીકે કામ કરતા તેઓ પોતાના શરીર સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શક્યા નહીં અને એક દિવસ તેમના લીવરે કામ કરવાનું બંધ કરી દીધું હતું. પછી શરૂ થઇ એક લાંબી પિડાજનક યાત્રા અને અંતે જીવનને જોખમરૂપ જેવું મોટુ લીવર ટ્રાન્સફરનું ઓપરેશન . આ સમયની ઘણી ઘટનાઓ દાખલારૂપ બની હતી. એમાંની એક એ છે કે, જ્યારે દિલીપભાઈને લીવર મળ્યું તેજ સમયે એક યુવાનની નાજુક હાલત હતી. તો દિલીપભાઇએ કહ્યું કે, પહેલા એ યુવાનને લીવર આપો એને ખાસ જરૂર છે એ યુવાન છે. મને કંઈ થશે તો ચાલશે, પરંતુ એ યુવાનને બચાવો જોઈએ અને તેમની આ ઉદારતાને કારણે એક અજાણ્યા યુવાનનું જીવન બચી ગયું હતું .

દિલીપભાઈએ તેમના લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ નિર્ણય કર્યો હતો કે, હવે હું અંગદાન જાગૃતિ કાર્ય માટે બાકીનું જીવન વ્યતિત કરીશ અને શરૂ થઇ દિલીપભાઈ દેશમુખ પ્રેરિત એક જબરજસ્ત અંગદાન જાગૃતિ ઝુંબેશ. આ અભિયાનમાં લાખો લોકો, કેટલીય સ્વૈચ્છીક સંસ્થાઓ જોડાઈ જેને કારણે એક જ વર્ષમાં 90થી વધુ લોકોનું અંગદાન શક્ય બન્યુ. અત્યાર સુધી 285થી વધુ લોકોને જીવનદાન પ્રાપ્ત થયું છે . આ અભિયાનને સફળ બનાવવા માટે તેમણે જાતે ગાડી ચલાવીને 5500 કિલોમીટરથી વધુ પ્રવાસ કર્યો હતો. કેટલાય સેમિનાર કરી હજારો લોકોને જાતે મળીને સમજ આપી હતી. આજે ગુજરાતમાં હાર્ટ માટેનું વેઇટિંગ લિસ્ટ ખતમ થઈ ગયું છે. બહુ જલદી બીજા અંગોની પણ જરૂરિયાતો પૂરી થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...