મતદારોની સંખ્યામાં વધારો:થરાદમાં 5 વર્ષમાં 38917 જેટલા મતદારો વધ્યા; 2022 વિધાનસભા ચૂંટણીમાં 2.48 લાખ મતદારો મતદાન કરશે

થરાદ2 મહિનો પહેલા

થરાદ વિધાનસભા બેઠક પર પાંચ વર્ષમાં 38917 જેટલા મતદારોનો વધારો થયો છે. 2017 માં 2.09 લાખ મતદારો હતા. જ્યારે આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 2.48લાખ મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરી ધારાસભ્યને ચૂંટશે.

2022 વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાઈ છે. જેમાં પાંચ વર્ષ દરમિયાન થરાદ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 38917 જેટલા મતદારોનો વધારો થયો છે. 2017માં કુલ 209291 મતદારો હતા અને હવે 5 વર્ષ બાદ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ 248208 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 129947 છે, જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા કુલ 118261 છે અને થર્ડ જેન્ડરની સંખ્યા 0જેટલી છે. પુલિંગ સ્ટેશનની સંખ્યા 254હતા તેમાં 6નો વધારો થતાં કુલ પુલિંગ સ્ટેશનની સંખ્યા 260 થયા છે.

અન્ય સમાચારો પણ છે...