રાજ્યભરમાં તલાટીઓની આજ થી હડતાળ શરૂ થઈ છે. તલાટીઓનાં વિવિધ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા રાજ્યભરના તલાટીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. ત્યારે થરાદ તાલુકાના તલાટીઓ એ આજે સહી સિક્કા જમાં કરાવી કામથી અલગ રહ્યા છે. રાજ્ય તલાટી મહામંડળના આદેશ મુજબ તલાટીઓ હડતાળ ઉપર ઉતર્યા છે. તલાટીઓનું કહેવું છે કે 9 મહિના અગાઉ સરકારે અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ખાતરી આપી હતી, પરંતુ તેનું કોઈ નિરાકરણ ન આવતા અમે હડતાળ ઉપર ઉતર્યા છીએ.
'મા' કાર્ડ માટે કામ અટક્યું
જોકે તલાટીઓની હડતાળને લઇ પ્રજાજનો હેરાન થઈ રહ્યા છે. થરાદ અરજદારો એ તલાટીઓની હડતાળને લીધે વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. સરકારની અનેક યોજનાઓનાં લાભો લેવા માટે તલાટી દ્વારા જરુરી ડોક્યુમેન્ટ દાખલા આપવામાં આવતા હોય છે, પરંતુ હડતાળને લઇ અરજદારોનું કોઈ કામ ન થતા અરજદારો અટવાયા હતા. ત્યારે અરજદારોનું પણ કહેવું છે કે 40 km દૂરથી થરાદ હોસ્પિટલમાં વિધવા મહિલાની દીકરીને સારવાર અર્થ દાખલ કરેલ છે અને હોસ્પિટલમાં સારવારનો ખર્ચ વધુ હોય તેમણે "માં" કાર્ડ માટે તલાટીના દાખલા જરૂર છે. અહીં તો તમામ તલાટી હડતાળ પર છે તેથી હોસ્પિટલમાં સારવાર માટે બહુ તકલીફ પડશે તેથી તાત્કાલિક સરકાર તલાટીઓનાં પ્રશ્નોનું નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.