તલાટીઓ હડતાળ પર ઉતરશે:થરાદની પંચાયતોના તલાટી કમ મંત્રીઓ આલતીકાલથી હડતાળ પર, નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

થરાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 ઓગષ્ટથી રાજ્યભરના તમામ તલાટી કમ મંત્રીઓ અચોકકસ મુદતની હડતાલ પર જશે

થરાદ તાલુકાની ગ્રામ પંચાયતોના તલાટી કમ મંત્રીઓએ તેઓ બીજી ઓગસ્ટના રોજ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરશે તેવું નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પંચાયત તલાટી કમ મંત્રી સંવર્ગના પડતર પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ ન આવતા તા. 02 ઓગષ્ટથી રાજ્યભરના તમામ તલાટી કમ મંત્રીઓ અચોકકસ મુદતની હડતાલ પર જશે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો
આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળ દ્વારા 2018થી સતત લેખીત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા તેમના પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવેલું નથી. આ અગાઉ તેમણે તારીખ 07/09/2021ના રોજ હડતાલનું એલાન કરેલું હતું , પરંતુ એ સમયે સરકારે ટૂંક સમયમાં પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવાની બાંહેધરી આપતાં હડતાલ મોકૂફ રાખવામાં આવી હતી. જે બાંહેધરીને 9 માસ જેટલો સમય થવા છતાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી એક પણ પ્રશ્નનો સુખદ ઉકેલ નહી આવતા ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનું નક્કી કરવામાં આવ્યું છે.

થરાદ નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું
વધુમાં જણાવાયું હતું કે જેથી બનાસકાંઠા જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયેની કામગીરી તથા હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ માન સન્માન સાથે ફરકાવવાની કામગીરી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કરી આવતીકાલે મંગળવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળનો અન્ય આદેશ ના થાય ત્યાં સુધી બનાસકાંઠા જિલ્લાના તમામ તલાટી- કમ - મંત્રીઓ આદેશનું ચુસ્તપણે પાલન કરશે એમ જણાવી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધીકારીને ઉલ્લેખી થરાદ નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...