ક્યારે મળશે પાણી?:થરાદના પૂર્વ વિસ્તારની સુજલામ સુફલામ કાચી નહેર ભરવા માગ ઉઠી; શિક્ષણ સમિતિના ચેરમેને મુખ્યમંત્રીને રજૂઆત કરી

થરાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠાના છેવાડાના દિયોદર, લાખણી, થરાદ તાલુકાના વિસ્તારમાં સુજલામ સુફલામ કાચી નહેર આવેલી છે. આ નહેરનો હેતુ જે તે વખતે ચોમાસામાં પાણી 4 મહિના છોડીને નહેરને પાણીથી ભરીને ભૂગર્ભ જળ સમૃદ્ધ બને તેવો રાખવામાં આવ્યો હતો. ચોમાસામાં નર્મદા ડેમ અને કડાણા ડેમનું વધારાનું અથવા ઓવરફલો પાણી ફરજિયાત નહેરમાં છોડવા માટેનું તાત્કાલિક મુખ્યમંત્રીએ વચન આપ્યું હતું. જેથી આ વખતે ચોમાસું ખૂબ જ સારું છે. નર્મદા નહેર પણ છલોછલ ભરાઈ ગયેલ છે. નર્મદા ડેમમાંથી વિદ્યુત ઉત્પાદન કરવા પાણી છોડવામાં આવે છે.

સુજલામ સુફલામ કાચી નહેરમાં છેલ્લા વર્ષોથી પાણી છોડવામાં આવ્યું નથી. જેના માટે ખેડૂતોના પ્રતિનિધિ તરીકે અને લોકોની માંગણીઓથી માંગીલાલ પટેલે રજૂઆત કરી જણાવ્યું હતું કે, આ નહેરમાં સતત 4 મહિના પાણી છોડવામાં આવે છે. અને પાઇપ લાઇનોથી લીકેજ કરી તળાવો ભરવામાં આવે તથા રેલ નદીમાં રાહ પાસેથી પાણી છોડવામાં આવે. જેનાથી થરાદ તાલુકાના તમામ ગામોના વિસ્તારમાં ભૂગર્ભ જળ સમૃદ્ધ બને. અને પાણીના તળ ઊંચા આવેતો શિયાળા અને ઉનાળામાં પાણીની તંગી નિવારી શકાય. આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા અને સરકારને કાચી નહેરનું પડેલું ગાબડું રીપેર કરી પાણી છોડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

માંગણી પ્રમાણે પાણી છોડવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતો પોતાના હક માટે રસ્તા પર ઉતરી આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી ચિમકી સાથે માંગીલાલ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...