છાત્રો પરેશાન:થરાદના પીલુડામાં ચોવીસ કલાક વીજળી નહી મળતાં છાત્રો પરેશાન

થરાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાળકો ગરમીમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. - Divya Bhaskar
બાળકો ગરમીમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે.

થરાદના પીલુડાની રામાપીર ગોળીયા શાળામાં 24 કલાક લાઈટ ન હોવાથી વિદ્યાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે. આ અંગે વારંવાર રજુઆત કરવા છતાં 24 કલાક લાઇટની કોઈ વ્યવસ્થા ન થતાં સ્થાનિકો અને વાલીઓમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.

જ્યોતિગ્રામ યોજના હેઠળ દરેક ગામને 24 કલાક લાઇટની સગવડ મળી ગઈ છે. જેના થકી અનેક ગામડાંના બાળકો શિક્ષણ તરફ હરણફાળ ભરી રહ્યા છે. પણ થરાદના પીલુડાની રામપીર ગોળીયા સ્કુલને જ્યોતિગ્રામ યોજનાનો લાભ ન મળતાં આજે શાળાના ધોરણ 1 થી 8 ના 150 કરતાં વધુ બાળકો ગરમીમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે.

સુત્રોએ જણાવ્યું હતું કે ‘શાળામાં વીજળી કનેકશન છે, પણ જ્યોતિગ્રામ સિવાયનું કનેકશન હોવાથી 8 કલાક વીજ પુરવઠો મળી રહ્યો છે. એ પણ દિવસ અને રાત ક્રમશ: મળતો હોવાના કારણે મહિનાના 15 દિવસ બાળકોને ગરમીમાં બેસવા મજબુર બનવું પડે છે. સ્થાનિકોએ આ બાબતે તા.પંચાયત અને વિજકંપનીને વારંવાર રજુઆત કરી છે. છતાં 24 કલાક વિજળી નહી મળવાના કારણે બાળકો ગરમીમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. આથી વાલીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...