બનાસકાંઠાના સાંસદની અધ્યક્ષતામાં પશ્ચિમ રેલવેના અમદાવાદ અને વડોદરા ડિવિઝનની અમદાવાદ ખાતે શુક્રવારે બેઠક મળી હતી. જેમાં થરાદ-ડીસા હાઇવે, ભીલડી, દિયોદર, પાલનપુર વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇન પર થરાદ અને ભીલડીના ફાટક તથા દિયોદર ફાટક પર બની રહેલા પુલ સહિતના મુદ્દે ઝડપી કામગીરી કરવાની તાકીદ કરી હતી.
અમદાવાદ ખાતે બનાસકાંઠાના સંસદ સભ્ય પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પશ્ચિમ રેલવેના અમદાવાદ અને વડોદરા ડિવિઝનની શુક્રવારે બેઠક યોજાઈ હતી. જેમાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર, અમદાવાદ ડિવિઝનના મેનેજર તરુણ જૈન, અમદાવાદના સાંસદ સભ્ય હસમુખભાઈ પટેલ, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, રાજ્યસભાના સભ્ય દિનેશભાઈ અનાવાડીયા, નારાયણભાઈ રાઠવા, રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, રેલવેના ડી.આઇ.જી. તથા સંબંધિત બધા જ રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તેમાં દરેક સાંસદોએ પોતાના મત વિસ્તારના રેલવેના પ્રશ્નો અંગે ખૂબ વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરી હતી. બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલએ થરાદ-ડીસા હાઇવે, ભીલડી, દિયોદર, પાલનપુર વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇન પર થરાદ અને ભીલડીના ફાટક તથા દિયોદર ફાટક પર બની રહેલા પુલ સહિતના મુદ્દે ઝડપી કામગીરી કરવાની તાકીદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.