ગૌરવ:શેરાઉનો ખેડૂતપુત્ર નીટ પીજીની પરીક્ષામાં બનાસકાંઠામાં પ્રથમ

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નીટ પીજીની પરીક્ષામાં દેશમાં 522મો રેન્ક મેળવી ગૌરવ વધાર્યું

થરાદ તાલુકાના શેરાઉ ગામના એક ખેડૂત પુત્રએ કોઇપણ જાતના કોચીંગ વગર જાતમહેનત ઝિંદાબાદ કરીને નીટ પીજીની પરીક્ષામાં બનાસકાંઠામાં પ્રથમ અને ભારતમાં 522મો રેન્ક મેળવીને અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાદાયી બન્યો છે.

થરાદ તાલુકાના શેરાઉ ગામના ખેડુત રૂપાભાઈ ચૌધરી ગામના એેક સામાન્ય અને અભણ ખેડૂત છે. એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા પુત્ર નવિનભાઇએ MBBS વડોદરા મેડીકલ કૉલેજમાંથી કર્યું હતું. MBBS પછી એમણે રામપુરા PHC માં સેવા આપી હતી. જો કે નીટ પીજીની તૈયારી માટે તથા કોચિંગનો તોતિંગ ખર્ચ એમની પાસે ન હોવાથી તેમણે જાતે તૈયારી કરી હતી. અને તેમાં જવલંત સફળતા મેળવતાં MBBS કર્યા પછી લેવાયેલી NEET PG 2022ની પરીક્ષામાં 800 માંથી 621 માર્કસ મેળવીને આખા ભારતમાં 522 મું સ્થાન મેળવ્યું હતું.

ડૉ.નવીનભાઈ રૂપાભાઈ ચૌધરી (રહે.શેરાઉ, થરાદ) એ આખા બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે. તથા INI-CET (AIIMS, PGI જેવી કોલેજમાં એડમિશન માટે લેવાતી પરીક્ષા) માં આખા ભારતમાં 824 મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો.ડૉ નવીનભાઇએ જણાવ્યું હતું કે તેમના ઉચ્ચ શિક્ષણ માટે એમની બહેનો અને મોટા ભાઈ તથા માતા-પિતાનો સિંહફાળો છે.

અન્ય સમાચારો પણ છે...