• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Tharad
  • Said, "The People Of The Entire State country Are In Peril From The Present Government; The Necessities Of Life Have Become Expensive; It Has Become Difficult For The Common People To Live."

થરાદ ખાતે જીગ્નેશ મેવાણીના આકરા પ્રહારો:કહ્યું, "વર્તમાન સરકારથી સમગ્ર રાજ્ય-દેશની પ્રજા ત્રાહિમામ; જીવન જરૂરીયાતની વસ્તુઓ મોંઘી થઇ; સામાન્ય લોકોને જીવવું દુષ્કર બન્યું"

થરાદ8 દિવસ પહેલા

થરાદ વિધાનસભા વિસ્તારના અનેક પડતર પ્રશ્નો બાબતે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત કલેક્ટર કચેરી સામે ઉપવાસ પર બેઠા છે. ત્યારે આજે સાતમા દિવસે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ છાવણી ખાતે મુલાકાત લીધી. જ્યાં તેમણે ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વર્તમાન ભાજપ સરકારથી સમગ્ર રાજ્ય અને દેશની પ્રજા ત્રાહિમામ છે. તેમજ આ સરકારમાં હિટલરશાહી ચાલે છે, જે વ્યક્તિ તેમની શરણે ના થાય તેના પર યેન-કેન પ્રકારે દેશદ્રોહનો કેસ કરી તેને ખોટી રીતે ફસાવવામાં આવે છે. ગેસના બાટલામાં અસહ્ય ભાવ વધારો, પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને, દુધ જેવી અનેક જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ મોંઘી થઇ છે અને સામાન્ય લોકોને જીવવું દુષ્કર બન્યું છે એમ જણાવ્યું હતું.

આ સરકારમાં હિટલરશાહી ચાલે છે - જીગ્નેશ મેવાણી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દારૂબંધીનો કડક અમલ ન કરી શકતી આ સરકારમાં ડ્રગ્સનું વેચાણ ઠેર ઠેર થઇ રહ્યું છે. અમે ધારાસભ્ય હોવાના નાતે તાલુકાના લોકો ન્યાય માટે અમારી પાસે આવે છે. પરંતુ આ સરકાર અમારી માંગણીઓને નજર અંદાજ કરે છે. ધારાસભ્ય કે જેને પ્રજા જીતાડીને લાવી છે, એમને જો ધરણા કે અનશન કરવા પડે તો એનાથી મોટું દેશનું દુર્ભાગ્ય શું હોય? સામાન્ય વ્યક્તિ કોની પાસે જશે?

સરકાર સામે પોતાનો બળાપો ઠાલવ્યો
​​​​​​​આકરા પ્રહારો કરતાં તેમણે જણાવ્યું હતું કે અત્યારે છેલ્લા બે મહિનાથી તલાટીઓ, પોલીસ, શિક્ષકો, આરોગ્ય કર્મચારી, આંગણવાડી બહેનો, અર્બુદા સેના, એલ.આર.ડી ઉમેદવાર, જીઈબી કર્મચારી, ગૌ શાળાના સંચાલકો તેમજ આઉટ્સોર્સિંગ કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓ સાથે રસ્તા પર છે. સમગ્ર ગુજરાતમાં ચારેકોર અરાજકતા ફેલાઇ છે. આ સરકાર હજુ પણ આંખો નહી ખોલે તો આ દિવાળી છેલ્લી જોશે એમ કહી તેમણે સરકાર સામે પોતાનો બળાપો ઠાલવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...