માંગણી:થરાદમાં વીજતંત્રની બલિહારી, દિવસે સ્ટ્રીટ લાઇટો ચાલુ, રાત્રે બંધ રહેતાં રોષ

થરાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિવશક્તિ સોસાયટીમાં વાયર તૂટી ગયા બાદ ઉલટીગંગા

થરાદ શહેરમાં હાઇવે પર આવેલી શિવશક્તિ સોસાયટીમાં બે દિવસ પહેલાં મધરાતે વિજવાયર તુટવા પામ્યો હતો. આથી એસી, પંખા બંધ થતાં રહીશો આખી રાત ગરમીમાં શેકાયા હતા. બીજા દિવસે સવારે 9 વાગે વીજકંપની દ્વારા પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ ગમે તે કારણોસર સોસાયટીની સ્ટ્રીટલાઇટો દિવસે ચાલુ થઇ જવા પામી હતી અને રાત્રે અંધારપટ જોવા મળી રહ્યો છે.

આથી રહીશોમાં વીજતંત્રની બલિહારીને લઇને પણ હાસ્યનો માહોલ ફેલાયેલો જોવા મળે છે. જો કે અગાઉ ચોરીઓ થયેલ હોવાથી મધરાત્રે કુતરાં બહુ ભસતાં હોઇ સોસાયટીના રહીશો પણ ફફડાટથી જાગી જાય છે. આથી અસામાજિક પ્રવૃત્તિઓને મોકળું મેદાન મળે તે પૂર્વે વીજકંપની દ્વારા દિવસે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઈટો બંધ કરીને રાત્રે ચાલુ રહે તે પ્રકારે કામગીરી કરવાની માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...