યોગ્ય તપાસ કરવા લોકોની માગ:થરાદમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૂટેલા ડામર રોડમાં થિંગડાં મારવામાં વેઠ વાળી ભ્રષ્ટાચાર આચર્યા

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદ તાલુકાઓમાં આવેલા ગ્રામીણ વિસ્તારોના ડામર રોડ રસ્તા તૂટી જવા પામતાં રાજ્ય સરકારના આદેશ મુજબ રીપેરીંગ કામગીરીમાં તંત્રએ થિંગડાં મારવામાં વેઠ વાળી હોવાની સ્થાનિકોમાં રાડ ઉઠી છે.

ચોમાસાની ઋતુની શરૂઆત થતાં પોણા બે મહિના સુધી સતત પડેલા વરસાદના કારણે રોડ રસ્તાઓમાં મોટા મોટા ખાડાઓ તેમજ રોડની બંને બાજુની સાઈડો તૂટી જવા પામી હતી. આથી રાજ્યના મોટા શહેરોમાં ભુવા પડી જતાં રાજ્ય સરકારે રોડ રસ્તાઓ રીપેરીંગ કરવા તંત્રને સૂચનાઓ આપવામાં આવતા માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ કચેરી થરાદ દ્વારા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રોડ રસ્તા રીપેરીંગ કામગીરી હાથ ધરી છે. જેમાં તૂટેલા રોડ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. માત્ર નામ પુરતાં લેવલ વગરનાં થિંગડાં ક્યાંક ક્યાંક મારવામાં આવી રહ્યાં છે. પૂરતા ખાડાઓ નહી બુરવાના કારણે ટુ વહીલર ચાલકોને અકસ્માત થવાની ભીતિ સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.

થરાદથી મહાજનપુરા-જમડા તરફ જતો રસ્તો તેમજ રાહથી લખાપુરા ગામે જતો ડામર રોડમાં થીંગડા મારવામાં વેઠ વાળવામાં આવતી હોવાની સથાનિકોની રાવ ઉઠવા પામી છે. ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીના આદેશને પગલે જવાબદાર તંત્ર દોડતું થયું. પરંતુ પાક્કા ડામર રોડ ઉપર રીપેરીંગ કામગીરીમાં મનફાવે તેમ થીંગડા મારી ખુલ્લો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. જેથી આ ભ્રષ્ટાચારી અધિકારીઓને ડામવા ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવું તાલુકાની ગ્રામીણ વિસ્તારોની પ્રજામાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...