તંત્રની આળસથી સ્થાનિકો પરેશાન:થરાદમાં રેફરલ ત્રણ રસ્તાથી ચાર રસ્તા સુધી ફોરલેનની ગોકળ ગતિએ ચાલતી કામગીરીથી ચાલકોને હાલાકી

થરાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારે વાહનોની વધારે પ્રમાણમાં અવર-જવરના કારણે રાહદારીઓ અને દ્વિ-ચક્રી વાહનચાલકો માટે જોખમ વધ્યું
  • સત્વરે આ કામ પુર ઝડપે ચાલુ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી

થરાદ માર્કેટયાર્ડથી દુધશીત કેન્દ્ર સુધીનો હાઇવે ફોરલેન બની રહ્યો છે. આ ફોરલેન રેફરલ ત્રણ રસ્તાથી ચાર રસ્તાની કામગીરી છેલ્લા 15 દિવસથી ધીમી ગતિએ ચાલતી હોવાથી આમ અચાનક કામ ધીમી ગતિએ કરી કોંન્ટ્રાક્ટરો ક્યાં ફરવા ગયા છે? જેવા સવાલો સ્થાનિકોમાં ઉભા થવા પામ્યા છે. ઉપરાંત ચોમાસાના કારણે વરસાદી પાણી ભરાવાથી ત્યાં વાહન ચાલકો ખાબકવાના તેમજ પાણીના ભરાવાના કારણે રોગચાળો ફેલાવાનો ભય છે. ભારે વાહનોની વધારે પ્રમાણમાં અવર-જવરના કારણે રાહદારીઓ અને દ્વિ-ચક્રી વાહનચાલકો માટે જોખમ વધી ગયું છે. અધુરૂ કામ મુકવાના કારણે નગરજનોની હાલાકીઓમાં વધારો થવા પામ્યો છે. સત્વરે આ કામ પુર ઝડપે ચાલુ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. ​​​​​

દુકાનો આગળ 10 ફુટ પહોળા તેમજ 5 ફૂટ ઉંડા ખાડાઓ ખોદેલા છે
હાઇવેના વેપારીઓની દુકાનો આગળ 10 ફુટ પહોળા તેમજ 5 ફૂટ ઉંડા ખાડાઓ ખોદેલા છે, જે કામ હાલ બંધ હોવાના કારણે વેપારીઓને આર્થિક પારાવાર નુકશાન વેઠ્વુ પડે છે. સ્કૂલે જતાં વિદ્યાર્થીઓ તેમજ નોકરી પર સરકારી ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ ધંધાદારીઓ અને અનેક હોસ્પિટલો, લેબોરેટરી હોવાથી હજારો દર્દીઓને રોડ ક્રોસ કરવો જોખમી બની ગયો છે.

સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય તેવી જાગૃત લોકોની માંગ
એક સપ્તાહ પહેલાં એક કાર સી.એન.જી પંપ પાસે પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી, તો શું કોન્ટ્રાક્ટર બીજી કોઇ દુર્ઘટના થાય તેવુ ઇચ્છી રહ્યા છે? તેવા સવાલો લોકોમાં ઉભા થયા છે. તહેવારોની વણઝાર સામે આવી રહી છે. ત્યારે સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય તેવી જાગૃત લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...