પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત:થરાદની મારૂતિ ધામ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા, પાણીનો યોગ્ય નિકાલ કરવા સ્થાનિક લોકોની માંગ

થરાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા વિકાસ અધિકારી સહિત ડીડીઓને લેખિત રજૂઆત કરી

થરાદ ડીસા હાઇવે પર વજેગઢ ગ્રામ પંચાયતની હદમાં આવેલ મારુતિ ધામ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતાં સોસાયટીના રહીશોએ પ્રાંત કચેરી ખાતે આવી નાયબ કલેકટરને પાણીના નિકાલ માટે રજૂઆત કરી હતી.

સ્કૂલે અભ્યાસ કરવા જતાં વિધાર્થીઓને ચાલવામાં મુશ્કેલી સર્જાઈ
સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, રવિવારે સવારથી પડેલા વરસાદના કારણે અમારી સોસાયટીમાં પાણી ભરાઈ જવા પામ્યું છે. જેમાં રસ્તાઓમાં પાણી ભરાઈ જતાં સોસાયટીના રહીશો તેમજ સ્કૂલે અભ્યાસ કરવા જતાં વિધાર્થીઓને ચાલવામાં મુશ્કેલી સર્જાઈ છે. એકબાજુ ડીસા તરફ જતો નેશનલ હાઇવે બીજીબાજુ ભારતમાલા પ્રોજેકટ હેઠળ બની રહેલ સિક્સ લાઇન રોડ અને ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ ઊંચો આરસીસી રોડ તેમજ પાણીની ટાંકી જેના લીધે વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી. જેના કારણે સોસાયટીના રહીશોને મુશ્કેલી સર્જાઈ રહી છે. જેથી સત્વરે વહીવટી તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ સાથે પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિત ડીડીઓને લેખિત રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...