થરાદ તાલુકા તલાટી કમ મંત્રી મંડળ-થરાદ દ્વારા તાલુકા પંચાયતને અને પ્રમુખે ટીડીઓને પત્ર લખીને તેમની નિમણૂંકથી પડતી હાલાકીઓથી અવગત કરાવ્યા હતા. તેમજ ટીડીઓએ કરેલ ઓર્ડરમાં ફેરફાર કરી પોતે તૈયાર કરેલ સુધારા ઓર્ડર મુજબ બદલી કરવા ટીડીઓને જ ભલામણ કરી હતી.
તાજેતરમાં ગ્રામપંચાયતની બીજા તબક્કાની ચૂંટણીઓ સ્થગિત રહેતાં મુદત પુર્ણ થયેલ અને નવિન અસ્તિત્વમાં આવેલ ગ્રામપંચાયતોમાં વહીવટદારની નિમણૂંક કરવામાં આવી છે. જે નિમણૂંક કરેલ તલાટીને મુળ સેજાથી વહીવટદાર તરીકેની ગ્રામ પંચાયત સુધીનું અંતર કિ.મી.માં વધારે છે.
આથી તલાટીતરીકેની કામગીરી અને વહીવટદાર તરીકેની કામગીરીમાં સંતુલન જળવાઈ રહે તેમ નથી. જેના લીધે ગામલોકોને હેરાનગતિ થવાની સંભાવના રહેલ છે અને આવવા-જવામાં જ સમયનો વ્યય થાય તેમ છે. વળી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ન થાય તે બાબતને ધ્યાને રાખી 5 થી 17 કિ.મી. સુધીની નજીકની પંચાયતના ત.ક.મંત્રીઓને વહીવટદાર તરીકે નિમવા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ-થરાદ તેમજ તાલુકા પંચાયત સદસ્ય અને જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા રજુઆત મળેલ છે. જે રજુઆતને ધ્યાને લઈ ઓર્ડરમાં ફેરફાર કરી તેમણે બનાવેલ ઓર્ડર પ્રમાણે ફરી સુધારા ઓર્ડર કરવા ખાસ ભલામણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.