સરકારને અપીલ:ભાવનગરના મહારાજાને ભારત રત્ન એવોર્ડ આપવા થરાદના MLAની PM ને રજૂઆત

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન એવોર્ડ આપવા થરાદના ધારાસભ્યએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ કૃષ્ણકુમાર ભાવસિંહજીની ગુરુવારે જન્મજયંતિએ કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે તેવો પત્ર થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે દેશના વડાપ્રધાનને લખ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ 1800 પાદર રાજ્યને પ્રજા માટે સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલને અર્પણ કર્યા હતા.

આથી કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન એવોર્ડ આપવામાં આવે તેવી માંગણી કરી હતી. આ અંગે ગુલાબસિંહ રાજપુતે જણાવ્યું હતું કે ભારતનું સર્વભૌમત્વ જાળવવા અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે ખભે ખભો મિલાવી પોતાના 1800 પાદરના રાજ્યને પ્રજા માટે સૌપ્રથમ સરદાર સાહેબને અર્પણ કરનાર જે સમાજનું એક રતન છે. નામદાર, પ્રાંત સ્મરણીય કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન એવોર્ડ આપવામાં આવે અને સમાજમાં સેવા અને દાતારી અમૂલ્ય ધરોહરને લોકો વધાવી લે તેવી પ્રધાનમંત્રીને ધારસભ્ય ગુલાબસિંહ રાજપુતે અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...