પોસ્ટર અભિયાન:થરાદમાં દારૂની બદી ડામવા જાગૃતિ લાવવા પોલીસનું પોસ્ટર અભિયાન

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ અંગેની જાણકારી આપનારનું નામ પણ ગુપ્ત રહશે: પીઆઈ

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની બદીને નેસ્તનાબૂદ કરવા લોકોમાં જાગૃતિ ફેલાવવા થરાદ ટાઉન વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જેમાં જાણકારી આપનારનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે તેવી પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી હતી. ​​​​​વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી દ્વારા દારુ અંગે તેમને ખાનગી માહિતી આપવાથી તે અંગે નક્કર કાર્યવાહી કરવામાં આવશે તેવી પ્રજાજનોને ખાતરી આપવામાં આવી હતી.

આ અંગે પીઆઇ આર.એસ.દેસાઈએ જણાવ્યું હતું કે ‘થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની બદીને નેસ્તનાબૂદ કરવા લોકોમાં જાગૃતિ ફેલાવવા થરાદ ટાઉન વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હતાં. જેમાં જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે ‘થરાદમાં કોઇપણ જગ્યાએ દારૂ, જુગારની કે કોઇપણ પ્રકારની અસામાજિક પ્રવૃતિઓ ચાલતી હોય તો થરાદ પોલીસ સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...