દીકરીઓને કાયદાઓથી વાકેફ કરાઈ:થરાદ જનતા હાઈસ્કૂલમાં પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટરે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમનું આયોજન કર્યુ

થરાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા હેલ્પલાઇન તથા પોલીસની "C"ટીમ વિશેની માહિતી પણ આપવામાં આવી

આધુનિક ટેક્નોલોજીના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે. ત્યારે તેવા સંજોગોમાં મહિલાઓ અને દીકરીઓ કાયદાઓથી વાકેફ કરીને તેઓ સ્વયં પોતાની જાતને સુરક્ષિત રાખી શકે તે માટેના નારી વંદના ઉત્સવ ઉજવણી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર થરાદના રેખાબેન પરમાર દ્વારા વિદ્યાર્થિનીઓને આ વિષય પર માહિતી આપવામાં આવી હતી. તેમજ દીકરા દીકરી વચ્ચે ભેદભાવ રાખવો નહીં દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરીને આગળ પ્રગતિ કરેલ તે માટે સમજાવવામાં આવ્યાં હતાં.

મહિલા હેલ્પલાઇન તથા પોલીસની "C"ટીમ વિશેની માહિતી અપાઈ
આ સિવાય pbsc તેમજ મહિલા હેલ્પલાઇન તથા પોલીસની "C"ટીમ વિશેની માહિતી પણ આપવામાં આવી હતી. હાલમાં ઘરમાં રહેતી ગૃહિણી, નોકરી કરતી અને બિઝનેસ કરતી મહિલાઓનું એક યા બીજા કારણોસર શોષણ થાય નહી તે માટે મહિલાઓને લગતા કાયદાઓની જાણકારી આપતો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત બહેન દ્વારા ઘરેલું હિંસાની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત મહિલાઓને લગતા કાયદાઓ તેમજ તેને લગતી કલમો અને તેનો ઉપયોગ વિશેની પણ સંપૂર્ણ જાણકારી આપી હતી. આથી મહિલાઓએ સૌ પ્રથમ ઘર સુરક્ષિત બને તે માટે થરાદ પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરના મહિલા કાઉન્સેલર રેખા બેન પરમારે માહિતી આપી હતી. આ પ્રસંગે સ્ટાફગણ તેમજ જનતા હાઇસ્કૂલની દીકરીઓ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...