વિદ્યાર્થીઓનું સારા ભવિષ્ય તરફ પગલું:થરાદમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં પ્લેસમેન્ટ ફેર યોજાયો; 213 વિદ્યાર્થીઓએ ઈન્ટરવ્યું આપ્યા

થરાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે આજ રોજ સરકારશ્રીના આદેશ મુજબ ઉદ્દીશા અને પ્લેસમેન્ટ સેલ અંતર્ગત અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા બી.એ. અને બી.કોમ.ના વિદ્યાર્થીઓ માટે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, તેમજ થરાદની નામાંકિત કંપનીઓમાં રોજગાર મળી રહે તે ઉદ્દેશથી પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 213 જેટલા વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યું આપ્યા હતા. આ પ્લેસમેન્ટ ફેરમાં શ્રી બનાસ સુપર મોલ, અર્બુદા ટ્રેકટર્સ, રિયા કાર, વૈભવ સેલ્સ એન્ડ સર્વિસ, શિવમ સેલ્સ કોર્પોરેશન, અખાણી જ્વેલર્સ, શ્રી ગણેશ મોબાઇલ શોરૂમ તેમજ વિકાસ ટ્રેકટર્સ જેવી થરાદની નામાંકિત કંપનીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લીધા હતા અને 37 વિદ્યાર્થીઓને શોર્ટલિસ્ટ કર્યા હતા. આગામી સમયમાં કંપની દ્વારા નોકરીની ઓફર કરવામાં આવશે. આ સમગ્ર પ્લેસમેન્ટ ફેરનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. એમ.જે.મન્સૂરીના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ કો-ઓર્ડીનેટર ડૉ.અશોક વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્લેસમેન્ટ ફેરના આયોજનમાં કોલેજનો શૈક્ષણિક સ્ટાફ, વહીવટી સ્ટાફ, એન.એસ.એસ.ના સ્વયંસેવકો તેમજ સેવક મિત્રો દ્વારા ભારે જહેમત ઉઠાવી આ સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓને નોકરી માટેનો ઇન્ટરવ્યૂ આપવાનો પ્રથમ અનુભવ મેળવી વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી.

અન્ય સમાચારો પણ છે...