હજારો લીટર પાણીનો વેડફાટ:થરાદ-ડીસા હાઇવે ઉપર 13 ગામોને પાણી પુરવઠો પહોંચાડતી પાઇપલાઇનમાં ભંગાણ, અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી જઈ લાઈન રીપેર કરાવી

થરાદ16 દિવસ પહેલા
  • પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં સ્થાનિકોએ પુરવઠા વિભાગને જાણ કરી

થરાદ ડીસા હાઈવે ઉપર ભારત માલા રોડ ચાલુ હોવાના કારણે કોઈ કારણોસર થરાદ જતી પાણી પુરવઠા મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. પાઇપલાઇનમાં ભંગાણ થતાં જ પાણીના ફુવારા ઉડ્યા હતા. જો કે સ્થાનિકોએ પાણી પુરવઠા વિભાગને જાણ કરતા પાણી પુરવઠા વિભાગના અધિકારી સત્વરે પહોંચી પાઇપ લાઇન રીપેરીંગ કરાવી હતી.

અધિકારીઓ દ્વારા પાઇપલાઇનને રીપેર કરવામાં આવી
થરાદ ડીસા હાઈવે પર આવેલી એચપી પંપની બાજુમાં ભારત માલા રોડનું કામ ચાલુ હોવાના કારણે થરાદ વિસ્તારમાં પાણીના પુરવઠાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ થતાં હજાર લિટર પાણીનો વેડફાટ થયો છે. જેમાં ભારત માલા રોડનું કામ ચાલુ હતું તે દરમિયાન અચાનક થરાદ વિસ્તારમાં જતા મુખ્ય પાઇપલાઇનમાં અચાનક ભંગાણ થતાં પાઈપલાઈનમાંથી પાણીના ફુવારાઓ ઉડ્યા હતા. જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાડ થયો હતો. જો કે આ થરાદ વિસ્તારના 13 જેટલા ગામોને પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પાઇપલાઇનમાં ભંગાણ થતાં જ સ્થાનિક લોકો દ્વારા પાણી પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પહોંચે તે પહેલા તો હજારો લીટર પાણીનો વેડફાટ થઈ ચૂક્યો હતો, અધિકારીઓ દ્વારા પાઇપલાઇનને રીપેર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...