ચૂંટણી:પાટણ બેઠક ઉપર 9 ટર્મ માં પાટીદાર જ રહ્યા પટેલ : બ્રાહ્મણ -દેસાઈ 2 વાર ચૂંટાયાં

થરાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ ચૂંટણીથી શરૂ કરી ગત ચૂંટણી સુધી 33 જ્ઞાતિના ચહેરાઓ પૈકી પ્રતિનિધિત્વ 3 જ્ઞાતિના ઉમેદવારોને મળ્યું

પાટણ જિલ્લામાં વિધાનસભાની ચાર બેઠકોની ચૂંટણી થવાની છે તેને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે રાજકીય પક્ષોમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર કોણ આવે છે તેના તરફ મીટ મંડાઇ છે ત્યારે પાટીદાર ફેક્ટર ન હોવાથી પાટણ વિધાનસભા બેઠક નું પરિણામ કેવું હશે તેને લઈને અલગ અલગ અટકળો અને રાજકીય ગણિત આગળ કરવામાં આવી રહ્યા છે.

ત્યારે પાટણ બેઠક ઉપર અત્યાર સુધીના મુકાબલાઓમાં નાની મોટી 33 જ્ઞાતિના ઉમેદવારો ચૂંટણી જંગમાં ભાગ લઈ ચૂક્યા છે જેમા સૌથી વધુ 9 વખત પટેલ ચહેરા ચૂંટાઈ આવ્યા છે.2 વખત બ્રાહ્મણ અને 2 વખત દેસાઈ રબારી સમાજે વિધાનસભામાં પાટણ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ વખતે કોણ ચૂંટાઈને જશે તે અત્યારે પ્રશ્ન છે.

પાટણ બેઠક માટે આમ આદમી પાર્ટી દ્વારા પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશભાઈ ઠક્કરને ટિકિટ આપવામાં આવી છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા નથી. પટેલ ઠાકોર દેસાઈ વગેરે મોટા સમાજ દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી છે એટલું જ નહીં ટિકિટ માટે સિનિયરો અને જુનિયરો વચ્ચે જંગ ચાલી રહ્યો છે. જ્ઞાતિવાદી બહુમતી આગળ કરીને ટિકિટ મેળવવા માટે ધમપછાડા કરવામાં આવી રહ્યા છે

ત્યારે રાજકીય પક્ષો દ્વારા પણ ઉમેદવાર પસંદગી માટે વોટ બેન્ક નું ગણિત ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે. કોને ટિકિટ આપવી અને કોને ન આપવી તે માટે દ્વિઘા ચાલી રહી છે. આંતરિક સર્વે પણ કરવામાં આવી રહ્યા છે. જોકે ઉમેદવાર નું સસ્પેન્સ હવે ટૂંક સમયમાં ખુલી જશે તેવી શક્યતા છે.

પાટણ બેઠક ઉપર કઈ જ્ઞાતિના ચહેરાઓએ નસીબ અજમાવ્યું
પાટણ વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધુ 39 ચહેરા પટેલ જ્ઞાતિના ચૂંટણી લડી ચૂક્યા છે. તે પછી ઠાકોર 7,પરમાર 6, ગાંધી 4,દેસાઈ 5,મોદી 3, બ્રાહ્મણ 5,પ્રજાપતિ અને પટણી સમાજના 2 ઉપરાંત શાહ ,બારોટ ,લાખીયા, કનોડીયા ,સ્વામી, સોલંકી , કેલા, મહેશ્વરી ,ભોજક ,મુસ્લિમ, ભીલ ,રાજપુત અને પરીખ જ્ઞાતિના એક એક ઉમેદવારો ભાગ લઈ ચૂક્યા છે.જેમાં 1962 અને 1967 માં બ્રાહ્મણ ,1972માં દેસાઈ પછી સતત 2007 સુધી પટેલ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા .આ પછી 2012માં દેસાઈ ઉમેદવાર ચૂંટાયા હતા તે પછી ફરીથી 2017 માં પટેલ ચહેરો ચુંટાઈ આવ્યો હતો. આમ પાટણ બેઠકના સત્તાના સુત્રો 3 જ્ઞાતિ પાસે રહ્યા છે.

પાટીદાર ફેકટરે વિજય રથ અટકાવ્યો હતો
પાટણ બેઠક ઉપર 1990થી ભાજપ દ્વારા કબજો જમાવ્યો હતો .સતત છ ટર્મ સુધી ભાજપના ચહેરા ચુંટાઈને વિધાનસભામાં ગયા હતા. ભાજપના આ વિજય રથને 2017માં પાટીદાર ફેક્ટરે અટકાવ્યો હતો અને કોંગ્રેસ પક્ષના કિરીટ પટેલ ચૂંટાઈ આવ્યા હતા .હવે પાટીદાર ફેક્ટર નથી ત્યારે મતદાનની તાશિર કેવી હશે તે અંગે બે મત ચાલી રહ્યા છે. એક મત મુજબ હજુ પાટીદારો અંડર કરંટ માં છે અને બીજા મત મુજબ હવે પરિસ્થિતિ બદલાઈ છે.

અન્ય સમાચારો પણ છે...