થરાદમાં શિક્ષકોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીને પગલે શિક્ષકોમાં રોષ ફેલાયો છે.શિક્ષકોના ગૃપોમાં શોસિયલ મિડીયામાં આક્રોશ વ્યક્ત કરાયો છે.
શિક્ષકોના ગૃપોમાં શોસિયલ મિડીયામાં આક્રોશ વ્યકત કરાતાં જણાવાયું હતું કે પ્રા.શાળામાં ભણતા વિદ્યાર્થીના પરિણામ પત્રકમાં ભુલ હતી.જેના પરિણામે તાત્કાલિક તપાસ સમિતિ બનાવવામાં આવી અને જવાબદાર શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ચાલુ નોકરીએ અવસાન પામેલા શિક્ષકોની સર્વિસ બુક ભુલોના પરિણામે એક વર્ષ, દોઢ વર્ષ ગાંધીનગરથી જિલ્લા તાલુકા કક્ષાએ પરત આવે છે. એમાં કોઈ એક્શન લેવાય છે ખરી ? જો એક શિક્ષક સામે સ્લીપ ઓફ પેન થવાથી સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી થતી હોય તો અમારી તો આ ખુલ્લી માંગણી છે કે શિક્ષકોને સમયસર મળવાપાત્ર નાંણાકીય લાભો કર્મચારી/અધિકારીની ભુલોના હિસાબે ખૂબ જ લાંબા સમય સુધી મળતા નથી.તો આવા જવાબદારો સામે પણ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.સહિતના મેસેજ ફરતા થયા છે.શિક્ષકને સસ્પેન્ડ કરાયા બાદ પંથકના શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.