ચાવીઓના ઝુડાં મમલતદારના હવાલે:ગૌપોષણ યોજના અમલમાં ન આવતાં સંચાલકોમાં આક્રોશ, થરાદ તાલુકાની 92 ગૌશાળાઓ સહિત પાંજરાપોળની ચાવીઓ, લેટરપેડ મામલતદારને સુપ્રત કર્યાં

થરાદ10 દિવસ પહેલા

ગુજરાત સરકારે જાહેર કરેલી ગૌપોષણ યોજના અંતર્ગત 500 કરોડ સહાયની રકમ અમલમાં લેવામાં નહીં આવતાં ગૌશાળાઓ પાંજરાપોળના સંચાલકો સહિત ગૌભક્તો રોષે ભરાતા રોડ પર આવી આંદોલન કરવામાં આવી રહ્યાં છે. તેમ છતાં સરકારના પેટનું પાણી નહીં હલતા આજે વહેલી સવારથી ગૌશાળાઓની ગાયોને મામલતદાર કચેરીમાં છોડી દેવામાં આવી હતી. જેથી પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગૌભક્તો સામે કાર્યવાહી હાથ ધરવાના પ્રયાસો શરૂ કરવાનો ડર બતાવતાં મોટી સંખ્યામાં ગૌભક્તો પોલીસ મથકે પહોંચી રામધૂન શરૂ કરી હતી.

આંદોલન કરી અને ગાયોને સરકારી કચેરીમાં મુક્યા બાદ પોલીસ મથકેથી રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે આવી ત્રણથી ચાર કલાકના સમયગાળા દરમિયાન રામધૂન બોલાવી અંતે બંને તાલુકાઓની કુલ 92 ગૌશાળાઓની ચાવીઓ લેટરપેડ સાથે થરાદ મામલતદાર દિલીપભાઈ દરજીને સુપ્રત કરી તમામ ગાયોને સાચવવાની જબબદારી સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...