સચિવને રજૂઆત:વર્ષ 2021ના મંજૂર મહેકમ સામે જિલ્લા આંતરીક અને જિલ્લા ફેર બદલીના કેમ્પનું આયોજન કરો

થરાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતીના ચેરમેન અને કૉંગ્રેસના યુવા અગ્રણીની સચિવને રજૂઆત

જીલ્લા પંચાયતના શિક્ષણ સમિતીના ચેરમેન અને કૉંગ્રેસના યુવા અગ્રણીએ રાજ્યના શિક્ષણ અગ્રસચિવને વર્ષ 2021ના મંજુર મહેકમ સામે જિલ્લા આંતરીક અને જિલ્લા ફેર બદલીના કેમ્પનું આયોજન કરવા માંગ કરતી રજુઆત કરી હતી. જી.પં.ના શિક્ષણ સમિતીના ચેરમેન માંગીલાલ પટેલે શિક્ષણ વિભાગના અગ્રસચિવને લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે ‘વર્ષ 2021ના મંજુર મહેકમ સામે વધ સરભરના કેમ્પો પુર્ણ કરવામાં આવતાં હવે સમગ્ર રાજ્યના પ્રાથમિક શિક્ષકો પોતાના વતનના તાલુકા અને જિલ્લામાં બદલી માટે રાહ જોઈને બેઠા છે.

આથી સત્વરે તબક્કાવાર આંતરીક જિલ્લા અને જિલ્લા ફેર બદલીના કેમ્પોનું આયોજન કરવામાં આવે તો વર્ષોથી વતનથી દુર ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો પોતાના કુટુંબથી નજીક આવીને સારી રીતે ફરજ બજાવી શકે તેમ છે. વધઘટ કેમ્પ દરમિયાન 31 મે-2022ના રોજ નિવૃતિના કારણે ખાલી પડનાર જગ્યાને ધ્યાને લીધા સિવાય વધમાં પડેલ શિક્ષકને વધમાં ગણી બદલી કરાઇ છે.

તેવા પ્રાથમિક શિક્ષકને જો તેમની શાળામાં કેમ્પની તારીખે ખાલી જગ્યા હોય તો મુળ શાળાનો લાભ આપી બદલી કરાવવા માટે પાત્ર ગણવા તેમજ વધઘટના કેમ્પમાં બદલી થયેલ પ્રાથમિક શિક્ષકની મુળ શાળામાં સી.આર.સી., બી.આર.સી. ભરતીના કારણે તેમની મુળ શાળામાં કેમ્પની તારીખે જગા થયેલ હોય તો તેમજ અન્ય કોઈ કારણોસર કેમ્પની તારીખે મુળ શાળામાં જગ્યા થયેલ હોય તો જિલ્લામાં આંતરીક બદલી કેમ્પમાં મુળ શાળાની અગ્રતા આપી પ્રાથમિક શિક્ષકોને બદલીનો લાભ આપવો તથા પ્રાથમિક શિક્ષકોએ પોતાની મુળ શાળા કે અન્ય શાળા ધો.6 થી 8 નો વિકલ્પ લીધો છે તે વિકલ્પ બાદ એક વાર માંગણી બદલીનો લાભ લીધેલ નથી. તેવા શિક્ષકોને તેઓની 1 થી 5 ની અને 6 થી 8 ની સીનીયોરીટી સળંગ ગણીને એકવાર બદલી માંગવા માટેનો લાભ અગાઉં આવતો હોવાથી એક જ વાર આપવો.

અન્ય સમાચારો પણ છે...